

દિલ્હીઃ દેશભરમાં વધતી મોંઘવારીના વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના (Cooking Gas) મોરચા પર ડિસેમ્બરમાં પણ રાહત આપી છે. 1 ડિસેમ્બર, 2020ના રોજ જાહેર થયેલા રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ HPCL, BPCL, IOCએ રાંધણ ગેસ સિલિન્ડર (Commercial Gas Cyliner Price)ના ભાવમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે, 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં (Commercial Gas Cyliner Price) 55 રૂપિયા સુધીનો વધારો થયો છે. (પ્રતીકાત્મક તસવીર)


છેલ્લીવાર જુલાઈમાં વધ્યા હતા ઘરેલુ રાંધણ ગેસના ભાવ - આ પહેલા છેલ્લીવાર 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઈ ગયો હતો, જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો. (પ્રતીકાત્મક તસવીર)


દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. જો દિલ્હીની વાત કરીએ તો હજુ 14.2 કિલોવાળા સબ્સિડીવાળા ગેસ સિલિન્ડર 594 રૂપિયામાં મળી રહ્યો છે. બીજી તરફ જો મુંબઈમાં સબ્સિડીવાળા સિલિન્ડરના ભાવ જોઈએ તો જાણવા મળશે કે ત્યાં પણ 594 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ ચેન્નઇમાં ભાવ 610 રૂપિયા છે અને કોલકાતામાં તેના માટે 620 રૂપિયા ચૂકવવા પડશે. (પ્રતીકાત્મક તસવીર)


કોમર્શિયલ સિલિન્ડરોના ભાવ વધ્યા- ડિસેમ્બર મહીના માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં સૌથી વધુ 56 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. હવે અહીં એક કોમર્શિયલ સિલિન્ડર માટે 1410 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં 55 રૂપિયાનો વધારો થયો છે. અહીં તેનો ભાવ 1296 રૂપિયા છે. કોલકાતા અને મુંબઈમાં પણ 55 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1351 અને 1244 રૂપિયા છે. (પ્રતીકાત્મક તસવીર)