

LPG Connection: 1 ફેબ્રુઆરીના રજૂ થયેલા બજેટમાં (Budget 2021) નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) અંતર્ગત 1 કરોડ નવા ગેસ કનેક્શન (Gas connection) આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, મફત રસોઈ ગેસ એલપીજી યોજનાનો (ઉજ્જવલા) વિસ્તાર કરવામાં આવશે અને એક કરોડ લાભાર્થીઓને તેનો ફાયદો મળશે. ઉજ્જવલા યોજનામાં જે પરિવાર BPL કેટેગરીમાં (BPL category) આવે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.


આપને જણાવીએ કે, પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ પરિવારોને સરકાર નાંણાકીય મદદ કરે છે. જેમાં સરકાર તરફથી 1600 રૂપિયા આપવામાં આવે છે. આ રુપિયા એલપીજી ગેસ કનેક્શન લેવા માટે આપવામાં આવે છે. આ સાથે જ ગેસની સગડી ખરીદવા અને પહેલીવાર એલપીજી સિલેન્ડર ભરાવવાના ખર્ચમાં હપ્તાની સુવિધા પણ આપવામાં આવે છે.


આ રીતે કરો અરજી- આજે પણ ગામડાઓની લાખો મહિલાઓ લાકડા અને છાણા પર ખાવાનું બનાવે છે. જેના કારણે આરોગ્યને અસર થાય છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવવા માટે ફક્ત બીપીએલ પરિવારની મહિલા જ અરજી કરી શકે છે. આ માટે, કેવાયસી ફોર્મ ભરીને તેને નજીકના એલપીજી સેન્ટરમાં આપવું. અરજી કરતી વખતે, તમારે એ પણ કહેવું પડશે કે શું તમે 14.2 કિલો સિલિન્ડર લેવાનું છે કે 5 કિલો. તમે ઉજ્જવલા યોજનાનું ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તે એલપીજી કેન્દ્રથી પણ ઉપલબ્ધ થશે. અરજી કરનારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી ન જોઇએ. અરજી કરનારના નામે અન્ય ગેસ કનેક્શન ન હોવું જોઇએ.


આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર -આ માટે પંચાયત અધિકારી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ દ્વારા અધિકૃત બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશનકાર્ડ, આધારકાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડની નકલ, ગેઝેટેડ અધિકારી દ્વારા ચકાસવામાં આવેલ સ્વ-ઘોષણા પત્ર, એલઆઈસી પોલિસી, બેંક સ્ટેટમેન્ટ, BPL યાદીમાં નામની પ્રિન્ટ આઉટ.