

નવી દિલ્હી: લોન મોરેટોરિયમ (Loan moratorium) અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લૉકડાઉન (Lockdown) દરમિયાન લોન મોરેટોરિયમ (Loan Moratorium)નો લાભ નથી ઉઠાવ્યો અને દરેક હપ્તો ભર્યો છે તોતમને કેશબેક (Cashback)મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પરના વ્યાજ અંગે પોતાના નિર્ણય વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ દરમિયાન સરકારે આ વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે 25 માર્ચના રોજ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રથમ માર્ચ, 2020થી 31 માર્ચ, 2020 સુધી RBIના આદેશ બાદ લોન મોરેટોરિયમની સુવિધા આપવામાં આવી હતી. આ દરમિયાન લોન ધારકોને હપ્તો ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જે બાદમાં લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદમાં સરકારે લોન ધારકોને વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે તેવી જાહેરાત કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આ દરમિયાન એવો સવાલ ઉઠવો વ્યાજબી હતી કે જે લોકોએ લૉકડાઉન દરમિયાન મુશ્કેલીની ઘડીમાં પણ સમયસર EMI ચૂકવ્યો છે તેમને અન્યાય થશે. આથી શુક્રવારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈએ લોન મોરેટોરિયમનો લાભ નથી લીધો અને તમામ EMI સમયસર ચૂકવ્યા છે તેમને બેંકોત રફથી કેશબેક આપવામાં આવશે. જે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે તેમને સામાન્ય વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેના તફાવતનો લાભ મળશે. (પ્રતિકાત્મક તસવીર)


2 કરોડ સુધીની લોન પર છૂટ મળશે : સરકારે ગત દિવસોમાં જણાવ્યું હતું કે બે કરોડ સુધીની લોન લેનારને લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પરના વ્યાજની માફીમાંથી મુક્તિનો લાભ મળશે. સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોદંગનામું દાખલ કરીને કહ્યું હતું કે, MSME લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ, હોમ લોન, ઓટો, કન્ઝ્યુમર તેમજ ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ પર લાગૂ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)


સમયગાળો શું રહેશે? : નાણકીય સેવા વિભાગ (Department of Financial Services) તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ પ્રમાણે લોન ધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020 માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર 29 ફેબ્રુઆરી સુધી બે કરોડથી વધારે ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે. (પ્રતિકાત્મક તસવીર)


લોન એકાઉન્ટરમાં પૈસા પરત આવશે : જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે બેંકો આ માટે યોગ્ય લોન ધારકોના ખાતમાં સામાન્ય વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની રકમ વચ્ચેનો તફાવત હશે એટલી રકમ તેમના લોન ખાતામાં જ જમા કરશે. આ યોજનાનો લાભ એ તમામ લોન ધારકોને મળશે જેમણે આરબીઆઈ તરફથી 27મી માર્ચ, 2020ના રોજ જાહેર કરેલી લોન મોરેટોરિયમ સ્કિમનો આંશિક કે પૂર્ણ લાભ લીધો હતો. (પ્રતિકાત્મક તસવીર)