અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપ તકલીફમાં મુકાયું છે. અદાણી ગ્રુપમાં દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICનું પણ રોકાણ છે. જેના કારણે ગત મહિને LICના અધિકારીઓ અને અદાણી ગ્રુપના ટોચના મેનેજમેન્ટ વચ્ચે મુલાકાતનો તખ્તો ઘડાયો હતો. આ દરમિયાન બંને કંપનીના મેનેજમેન્ટ વચ્ચે તાજેતરમાં એક બેઠક મળી હતી.
આ પહેલાં ગત મહિને કુમારે કહ્યું હતું કે LICના અધિકારીઓ અદાણી ગ્રુપના ટોચના મેનેજમેન્ટને મળવાનું વિચારી રહ્યા છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની સમસ્યાઓ બાબતે સ્પષ્ટતા મેળવવા આ બેઠક યોજાવાની હતી. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર તૂટી ગયા હતા. ત્યારે અદાણી ગ્રુપમાં રોકાણ કરવા બદલ LIC માત્ર રોકાણકારોના જ નહીં, રાજકીય નેતાઓના પણ નિશાને આવી ગઈ હતી.
બીજી તરફ ગુરૂવારે સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેરમાં થયેલા ઘટાડાની તપાસ માટે એક્સપર્ટ પેનલ અને માર્કેટ રેગ્યુલેટર સેબીને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગ્રુપના મોટા ભાગના શેર અપર સર્કિટમાં પહોંચી ગયા હતા અને બાકીના શેરોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો હતો. બજારમાં તેની 10 લિસ્ટેડ કંપનીઓ છે. જેમાંથી ત્રણ એનડીટીવી, એસીસી અને અંબુજા સિમેન્ટ્સને થોડા વર્ષો પહેલા જ ખરીદવામાં આવી હતી.