

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 43મી વાર્ષિક સામાન્ય બેઠકમાં રિલાયન્સ જિયોએ Jio Glassની જાહેરાત કરી છે. જિયો ગ્લાસ એક મિક્સ્ડ રિયાલીટી સ્માર્ટ ગ્લાસ છે. જેની મદદથી વીડિયો કોલિંગ કરી શકાશે. જીયો ગ્લાસમાં વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જીયો ગ્લાસને ખાસ કરીને હેલોગ્રામ કન્ટેન્ટ માટે રજૂ કરવામાં આવ્યો છે.


એજીએમમાં જિયોના નવા એપ જિયોમીટ વિશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, લોન્ચિંગ બાદ ખૂબ ઓછા સમયમાં આ વીડિયો કોન્ફ્રેસિંગ એપને 50 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. જિયોમીટ એર એક ક્લાઉડ આધારિત વીડિયો કોન્ફ્રેસિંગ પ્લેટફોર્મ છે, જેને એપ અને ડેસ્કટોપ બંને પર ઉપયોગ કરી શકાય છે.


શું છે Jio Glass? - રિલાયન્સ જીયો દર વર્ષે એજીએમમાં નવા પ્રોડક્ટની જાહેરાત કરે છે. આ વખતે કંપનીએ જિયો ગ્લાસ રજૂ કર્યો છે. જિયો ગ્લાસની મદદથી વર્ચ્યુઅલ રીતે 3ડી અવતાર દ્વારા વાતચીત થઈ શકશે. ઈવેન્ટ દરમિયાન ડેમો પણ દેખાડવામાં આવ્યો છે. જિયો ગ્લાસ દ્વારા તમે બોલીને એક સાથે બે લોકો સાથે વીડિયો કોલ કરી શકશો.


3ડી અવતારથી થશે વાતચીત - વાતચીત દરમિયાન તમે ગ્લાસ (ચશ્મા)માં જ સામેવાળી વ્યક્તિનો 3ડી અવતાર જોઈ શકશો, જેને તમે કોલ કર્યો છે. ખાસ વાત એ છે કે, જિયો ગ્લાસમાં 3ડી અને 2ડી બંને ટેક્નોલોજીનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જિયો ગ્લાસનું વજન માત્ર 75 ગ્રામ છે, જે તેનું એક ખાસ ફિચર સાબિત થઈ શકે છે.


25 એપ્સનું છે સપોર્ટ - આ સાથે Jio Glassમાં સ્માર્ટફોનનું કન્ટેન્ટ પણ એક્સેસ કરી શકાય છે. તેના માટે એક કેબલનો ઉપયોગ કરવો પડશે. જિયો ગ્લાસમાં 25 એપ્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જિયો ગ્લાસનો ઉપયોગ ઈ-ક્લાસમાં હોલોગ્રાફિક્સ કન્ટેન્ટ માટે પણ કરી શકાસે. જોકે, હાલમાં તેની કિંમત વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી.