

નવી દિલ્હીઃ જો તમે Mutual Fundમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે, કારણ કે દેશની 15 સૌથી મોટી અસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)એ પોતાના ટોટલ એક્સપેન્સ રેશિયો (TER)માં વધારો કર્યો છે. TERમાં વધારાના કારણે મોટાભાગની Mutual Fund હાઉસોની ઇક્વિટી સ્કીમ્સના ડાયરેક્ટ પ્લાન મોંઘા થઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)


એસબીઆઈ મ્યૂચ્યૂઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રૂ મ્યૂચ્યૂઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા મ્યૂચ્યૂઅલ ફંડ, એક્સિસ મ્યૂચ્યૂઅલ ફંડ, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યૂચ્યૂઅલ ફંડ, ડીએસપી મ્યૂચ્યૂઅલ ફંડ અને મિરાએ અસેટ મ્યૂચ્યૂઅલ ફંડ સહિત ટોપ AMCsએ ઓગસ્ટ અને જુલાઈના અંતમાં પોતાની ઇક્વિટી સ્કીમ્સની બેઝ TERને વધારવાની જાહેરાત કરી છે. (પ્રતીકાત્મક તસવીર)


Mutual Fundમાં રોકાણ મોંઘું થઈ જશે - સંશોધિત એક્સપેન્સ રેશ્યોરના લાગુ થયા બાદ આ યોજનાઓમાં રોકાણ કરવું મોંઘું થઈ જશે. હાઇ ટીઇઆરથી નેટ અસેટ વેલ્યૂ (NAV) ઓછો થઈ જશે. મ્યૂચ્યૂઅલ ફંડ સ્કીમની એનએવી (NAV)ની ગણતરી કુલ ખર્ચમાં કાપ બાદ જ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)


મ્યૂચ્યૂઅલ ફંડના રિટર્ન પર એક્સપેન્સ રેશિયોની શું અસર પડે છે? - એક્સપેન્સ રેશિયો હકિકતમાં એવું જણાવે છે કે આપનું રોકાણ પોર્ટફોલિયો માટે મ્યૂચ્યૂઅલ ફંડ પ્રબંધન આપની પાસેથી કેટલો ચાર્જ વસૂલે છે. મ્યૂચ્યૂઅલ ફંડ હાઉસ અનેક ખર્ચ એક્સપેન્સ રેશિયોમાં સામેલ કરે છે. (પ્રતીકાત્મક તસવીર)


ફંડ હાઉસની પાસે તાલીમબદ્ધ લોકોની એક ટીમ હોય છે. આ ટીમ માર્કેટ અને કંપનીઓ પર નજર રાખે છે. આ ટીમ કોઈ શેરને ખરીદવા કે તેમાંથી બહાર નીકળવાના સમયે મદદ કરે છે. તેની સાથે જ ફંડ ચલાવનારી કંપની ટ્રાન્સફર અને રજિસ્ટ્રરથી સંબંધિત ખર્ચ, કાયદાકિય તથા ઓડિટનો ખર્ચ, સ્કીમનું માર્કેટિંગ અને તેના વિતરણનો ખર્ચ ઉઠાવે છે. (પ્રતીકાત્મક તસવીર)


SBI મ્યૂચ્યૂઅલ ફંડે પોતાના અંતિમ સર્કુલરમાં TER ઓફ સ્કીમ્સમાં ફેરફારની જાહેરાત કરી. SBI મ્યૂચ્યૂઅલ ફંડે SBI બ્લૂચિપ ફંડથી બેઇઝ TERમાં 0.84થી 0.88નો વધારો કર્યો છે. એસબીઆઈ સ્મોલ કેપના બેઇઝ ટીઈઆરમાં 10 બીપીએસમાં 0.82નો વધારો જોવા મળ્યો. સંશોધિત એક્સપેન્સ રેશિયો 30 જુલાઈથી લાગુ થયો છે. (પ્રતીકાત્મક તસવીર)