રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક દિગ્ગજ કંપની પોતાનો આઇપી (New IPO)ઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીનું નામ છે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઈન્શ્યોરન્સ. ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઈન્શ્યોરન્સને આઇપીઓ (IndiaFirst Life Insurance IPO) દ્વારા ફંડ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) તરફથી મંજૂરી પણ મળી ચૂકી છે.
કેટલી છે બેંક ઓફ બરોડાની કંપનીમાં ભાગીદારી- બેંક ઓફ બરોડા પબ્લિક ઇશ્યૂમાં લગભગ 89015734 શેર વેચશે. તો કાર્મેલ પોઇન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ 39,227,273 શેર પબ્લિક ઈશ્યૂમાં વેચશે. જ્યારે યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા 13,056,415 શેરોને ઓફલોડ કરશે. દેશના ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડાની કંપનીમાં 65 ટકા ભાગીદારી રહેલી છે.
કંપની ઓફર કરે છે 29 રીટેલ પ્રોડક્ટ્સ- નાણાંકીય વર્ષ 2022માં રીટાયરમેન્ટ પ્લાનના અનુસંધાને મુંબઇ બેઝ્ડ આ કંપની પ્રાઇવેટ લાઇફ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહી છે. 30 જૂન, 2022 સુધીના આંકાડાઓ અનુસાર કંપની 29 રીટેલ પ્રોડક્ટ્સ ઓફર કરી રહી છે. તેમાં 16 નોન-પાર્ટિસિપેન્ટ પ્રોડક્ટ્સ, 9 પાર્ટિસિપેન્ટ્સ પ્રોડક્ટ્સ, 4 ULIPs સહિત 13 ગ્રુપ પ્રોડક્ટ્સ પણ સામેલ છે.