તહેવારો શરૂ થતા પહેલા ઓટો કંપનીઓ સાથે-સાથે બેંકોએ પણ તેનો ફાયદો ઉઠાવવા માટે ઓફર આપવાની શરૂ કરી દીધી છે. આવી જ એક ઓફર ફેડરલ બેંક લઈને આવ્યું છે. જેમાં તમે ફક્ત એક રૂપિયાનું પેમેન્ટ કરીને બાઇક પોતાના ઘરે લઈ જઇ શકો છો. આ ઓફર અંતર્ગત તમે હીરો મોટો કોર્પ, હોન્ડા અને ટીવીએસની મનપસંદ બાઇક ખરીદી શકો છો. આ સુવિધા દેશભરનાં 947 શો રુમમાં ઉપલબ્ધ છે. આ સાથે તમને 5 ટકા કેશ બેક મળશે. સાથે કોઇ પ્રોસેસિંગ ફીસ પણ નહીં હોય. આવો જાણીએ આ ઓફર વિશે.
ફેડરલ બેંકે આખા દેશમાં 36,000 સ્ટોરમાં ડેબિટ કાર્ડ પર ઈએમઆઈ પેમેન્ટની સુવિધા આપે છે. બેંકે ઇ કોમર્સ પોર્ટલ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદદારી માટે હાલમાં ઇએમઆઈની સુવિધા શરૂ કરી છે. બીજી તરફ લોન આપનાર એનબીએફસી શ્રીરામ સિટીના એક અધિકારીનું કહેવું છે કે આ સમયે અચાનક બે પૈડાના વાહનોની માંગ વધી ગઈ છે.