શેરબજાર માટે ગત સપ્તાહ ઘણો જ નુકસાનજનક રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ગત સપ્તાહમાં લગભગ 2.7 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે રોકાણકારો શેરબજારમાંથી રૂપિયા પરત ખેંચવામાં જ સમજદારી બતાવી રહ્યા છે. જ્યારે કેટલાક એવા રોકાણકારો છે જે ખરીદીની તક શોધી રહ્યા છે. જો તમે પણ વર્ષના અંતમાં શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો અમે તમને એવા 5 શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી લગભગ 40 ટકાની કમાણી થઈ શકે છે.