31 ઓગસ્ટ એ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે. આ સમયમર્યાદા હવે આગળ વધશે નહીં. તેથી જલદીથી ITR ફાઇલ કરો નહીં તો તમને મોટું નુકસાન થશે. ઇન્કમ ટેક્સ કાયદમાં કેન્દ્ર સરકારે એક નવી કલમ 234 એફ ઉમેરી છે. આ વિભાગ મુજબ છેલ્લી તારીખ બાદ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા પર 10,000 રૂપિયા સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે.
જો તમે 31 ઓગસ્ટ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો તો તમારે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. હાલ 5000 રુપિયા દંડ માત્ર તે ટેક્સપેયર્સને ભરવો પડશે જેની ટેક્સ યોગ્ય આવક નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન 5 લાખથી વધુ છે. જેની ટેક્સ યોગ્ય આવક કહેવાતા નાણાકીય વર્ષ દરમિયાન પાંચ લાખ રૂપિયાથી ઓછી છે, તેઓએ ઓગસ્ટ પછી માત્ર 1000નો દંડ ભરવો પડશે.