ઈન્ડિયન બેંકે 'ઈન્ડ શક્તિ 555 ડેઝ' નામની સ્પેશિયલ રિટેલ FD લોન્ચ કરી છે, જેમાં 31 માર્ચ સુધી રોકાણ કરી શકાય છે. આમાં 555 દિવસ માટે 5000 રૂપિયાથી લઈને 2 કરોડથી ઓછા રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જેમાં સામાન્ય ગ્રાહકને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકને 7.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.