

નવી દિલ્હીઃ ઇન્ફ્રાસ્ટક્ચર સેક્ટરની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટૂબ્રો ને પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળી શકે છે. L&Tએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 24 હજાર 958 કરોડ રૂપિયાની સૌથી ઓછી બોલી (L&T Lowest Bidder) લગાવી છે. સરકારનો આ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ માટે હશે. NHSRCLએ કહ્યું કે કુલ 7 કંપનીઓએ બિડિંગમાં ભાગ લીધો હતો, જેમાં L&T આ કોન્ટ્રાક્ટ જીતી શકે છે. NHSRCLએ સોમવારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર ખોલ્યા હતા, ત્યાર બાદ આ જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)એ સોમવારે બુલેટ ટ્રેન સંબંધિત ટેન્ડરને ખોલ્યા હતા. NHSRCL મુજબ, 508 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટ પર 237 કિલોમીટરના અંતરને ડિઝાઇન કરવા માટે આ ટેન્ડર ખોલવામાં આવ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)


આ કંપનીઓ પણ રેસમાં હતી સામેલ- નોંધનીય છે કે અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં L&Tની સાથે ટાટા પ્રોજેક્ટ, જે કુમાર ઇન્રા ા, એનસીસી, અફકૉક ઇન્ફ્રા અને ઇરકૉન ઇન્ટરનેશનલ, જેએમસી પ્રોજેક્ટ ઈન્ડિયા પણ રેસમાં સામેલ હતી. (પ્રતીકાત્મક તસવીર)


NHSRCLએ જાણકારી આપતાં જણાવ્યું કે L&T સૌથી ઓછા ભાવવાળી કંપની હતી. આ ઉપરાંત ત્રણ અન્ય દાવેદારોએ આ બિડ ભરી હતી. આ પ્રોજેક્ટની બિડ 23 સપ્ટેમ્બરે ખોલવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે આ પ્રોજેક્ટની ફાઇનાન્સિયલ બિડ ખોલવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદ- મુંબઈ રૂટ પર બનશે આ પ્રોજેક્ટ - અમદાવાદ - મુંબઈ રૂટ પર હાલમાં 32 ટ્રેનો દોડે છે. તેજસ એક્સપ્રેસ પણ આ રૂટમાં સામેલ છે. આ ઉપરાંત આ રૂટ પર ફ્લાઇટ્સનું પણ સંચાલન ઘણું વધુ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોણ કરી રહ્યું છે આ પ્રોજેક્ટનું ફંડિંગ? - આ ટેન્ડરમાં વાપી અને વડોદરાની વચ્ચે 237 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ થશે. તેમાં ચાર સ્ટેશન વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ અને સુરત ડેપો સામેલ છે. આ રૂટમાં 24 નદીઓ હશે અને 30 રોડ ક્રોસિંગ હશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે અને તેના માટે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ફંડિંગ (JICA) કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)


કોણે લગાવી હતી કેટલા કરોડની બોલી? - નોંધનીય છે કે, NHSRCLએ સરકારના આ પ્રોજેક્ટ માટે લગભગ 83 ટકા જમીનનું પહેલા જ સંપાદન કરી દીધું હતું. આ તમામ જમીન ગુજરાતમાં છે. ટાટાની આગેવાની વાળા ગ્રુપએ 28 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અફકૉક ઇન્ફ્રાની આગેવાનીવાળા જૂથે 37 હજાર કરોડની બોલી લગાવી હતી. બીજી તરફ બંને ગ્રુપની તુલનામાં L&Tએ 3 હજાર કરોડ અને 12 હજાર કરોડ રૂપિયા ઓછાની બોલી લગાવી હતી. (પ્રતીકાત્મક તસવીર)