નવી દિલ્હીઃ હાલમાં ઘણી એવી રિપોર્ટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 7 મુખ્ય શહેરોમાં મિલકતના ભાવ જમીનથી આસમાન પર પહોંચી ગયા છે. કોરોનાકાળથી પહેલા અને હવે પ્રોપર્ટીના ભાવને જોવામાં આવે તો, લગભગ 3 ટકા ઉછાળો આવ્યો છે. તમે પણ કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરીને રૂપિયા બનાવવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા કેટલીક વાતો વિશે જાણવું બહુ જ જરૂરી છે.<br />કોઈ પણ મિલકતમાં રોકાણ કરતા પહેલા તેની પુનઃવેચાણ કિંમત એટલે કે ભવિષ્યમાં મિલકતને વેચવા પર શું કિંમત મળશે, તેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે, સમયની સાથે મિલકતની કિંમતોમાં પણ વધારો થવો જોઈએ, જેતી તમને તમારા રોકાણ પર સારું વળતર મળી શકે. જો કે, મોટભાગના ઘર ખરીદદાર મિલકત લેતા પહેલા આ વાત પર ધ્યાન આપતા નથી. તેઓ ઘર કે બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે. ખોટી મિલકત કે અયોગ્ય લોકેશન પર ઘર ખરીદવામાં આવે તો, ભવિષ્યમાં તેની પુનઃવેચાણ કિંમત ઓછી થઈ જાય છે.
કોઈ પણ પ્રોપર્ટીની કિંમત તેના લોકેશનના હિસાબથી નક્કી કરવામાં આવે છે, એટલે સોથી પહેલા લોકેશન જોવું જોઈએ. તમારી પ્રોપર્ટીથી રેલવે સ્ટેશન, મેટ્રો, બસ સ્ટેન્ડ, સ્કૂલ અને બજારનું અંતર કેટલું છે. જો આ બધી જ સુવિધાઓ તમારી પ્રોપર્ટીની નજીક છે, તો તમને સારું રિટર્ન મળશએ અને તેને ભાડે આપીને પણ સારી કમાણી થઈ શકે છે. લાંબા સમય માટે રોકાણ કરવું છે તો, કોઈ ઊભરતા બજારને પકડો, જેનાથી સસ્તા ભાવ પર ભવિષ્યમાં ઊંચી પ્રોપર્ટી બની શકે.
એક રોકાણકાર તરીકે તમને એ પણ નક્કી કરી લેવું જોઈએ, કે તમારે રેડી ટૂ મૂવ પ્રોપર્ટી લેવી છે કે અંડર કંસ્ટ્રક્શન. જો તે તાત્કાલિક ઉપયોગ કરવા માંગે છે તો રેડી ટૂ મૂવ લેવી જોઈએ, જો કે, અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીની કિંમત ઓછી હોય છે અને તમને ભવિષ્યમાં તગડો નફો આપી શકે છે. આ ઉપરાંત હોમ લોનના રૂપમાં પણ તમને ટેક્સ છૂટ મળે છે.
કોઈ પણ પ્રોપર્ટી ખરીદવામાં તેની કિંમત સૌથી મોટું પરિબળ હોય છે. તમને પણ જે કિંમતે મિલકત આપવામાં આવી રહી છે, તેની તપાસ કરવી બહુ જ જરૂર છે. આસપાસના લોકેશન અને તેની કિંમત જુઓ. આ ઉપરાંત ઉપલબ્ધ સુવિધાઓ અને ઈન્ફ્રાની વૃદ્ધિને પણ જોવી જોઈએ. આવા સ્થળો તમને તમારા રોકાણ પર સારું વળતર આપી શકે છે.<br /><br />
તે પણ નક્કી કરવું જરૂરી હોય છે કે, તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો કે પછી તાત્કાલિક તેનાથી તમે કમાણી કરવા માંગો છે. તો ભવિષ્ય માટે રૂપિયા લગાવવા છે, તો કોઈ ડેવલપિંગ એરિયામાં જાઓ, જ્યાં તમે પ્રોપર્ટી સસ્તી મળી શકે છે. પરંતુ પછી તેને વધવાના ઘણા ચાન્સ છે. તાત્કાલિક રૂપિયા કમાવવા માટે એવી પ્રોપર્ટી લેવી જોઈએ, જ્યાં જરૂરી સુવિઘાઓ જેવી કે, સ્કૂલ, હોસ્પિટલ, સ્ટેશન, મેટ્રો, બજાર વગેરે નજીક હોય.