

કોટક મહિન્દ્રા બેંક અને ઇંડસઇંડ બેંકને લઇને ચર્ચાનું બજાર ગરમ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોટક મહિન્દ્રા બેંકનું જો ઇંડસઇંડ બેંક અધિગ્રહણ કરે છે તો તે દેશની સૌથી મોટી બેંકિંગ ડીલમાંથી એક હશે. કોટલક મહિન્દ્રા બેંકના પ્રમુખ ઉદય કોટક જે એશિયાના સૌથી પૈસાદાર બેંકર છે. કોટક મહિન્દ્રા મોટું માર્કેટ મળી રહે તે માટે આવી નાની બેંકને ખરીદવાનું વિચારી રહ્યા છે. આ વિલયથી કોટક બેંકની એસેટ 7 લાખ કરોડ સુધી પહોંચી જશે. અને તેનાથી એની અને એક્સિસ બેંક વચ્ચેનો ફરક ઓછો થઇ જશે.


1) દુનિયાની મોટી રેટિંગ એજન્સી મૈકેરી કેપિટલની તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું કે ઇંડસઇંડ બેંકના અધિગ્રહણ પછી કોટલની એસેટ બુક, લોન બુક અને બ્રાંચ નેટવર્ક ક્રમશ 85 ટકા, 94 ટકા અને 100 ટકા જેવો વધારો થશે અને તે પછી તેનો આકાર વિશાળ થઇ જશે. હાલ કોટક મહિન્દ્રા દેશની ચૌથી સૌથી મોટી ખાનગી બેંક છે.


2) કોટક મહિન્દ્રા બેંક અને ઇંડસઇંડ બેંકના મર્ઝરની ખબરો અને બીજા ક્વાટરમાં કોટકના અપ્રત્યાશિત નફા પછી કોટક મહિન્દ્રા બેંકની વેલ્યૂના હિસાબે આઇસીઆઇસીઆઇ બેંકને પાછળ છોડતા દેની બીજી ખાનગી બેંક બની જશે. આ સપ્તાહ આ બેંકના શેર 15 ટકા વધ્યા હતા. તેની માર્કેટ કેપ 3.1 લાખ કરોડ રૂપિયાની ઉપર જતી રહી છે


3) જો આ ડીલ થઇ જાય છે તો ઇંડસઇંડ બેંકના શેર ભાવ પર રાખવામાં આવે તો કોટક મહિન્દ્રા બેંકની કુલ માર્કેટ વેલ્યૂ 4.65 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય. જે આઇસીઆઇસીઆઇ બેંકથી ખૂબ વધી જાય. કોટક મહિન્દ્રા બેંકે જો કે હાલ આ મામલે કોઇ પણ ટિપ્પણી કરવાની ના પાડી છે.


ભારતના નાણાંકીય ક્ષેત્રમાં 2 લાખ કરોડ ડોલર છે, જેમાં 20 ખાનગી બેંકો અને 10 સરકારી બેંકોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રે કોરોનાને કારણે મોટા સંકટથી પસાર થઇ રહ્યો છે. ચાર દાયકામાં પહેલીવાર ભારતીય અર્થવ્યવસ્થા સંકોચાઈ રહી છે. તેનાથી દબાણ વધ્યું છે. બે વર્ષ પહેલાં આવી ગયેલી એનબીએફસી કટોકટીમાંથી હજી પણ ઊભા નથી થવાયું.


વિશ્વના અન્ય મોટા દેશો કરતા ભારતમાં ડૂબાયેલા દેવુંનું સ્તર સૌથી વધુ છે, જે માર્ચ સુધીમાં 12.5 ટકા સુધી પહોંચી શકે છે અને ખરાબ સ્થિતિમાં પહોંચી શકે છે. કોટક અને ઈંડસઇંડ બેન્ક બંને દ્વારા બુક પર દબાણ વધારવાની અપેક્ષા છે, આવી સ્થિતિમાં લોનથી દેવાની સ્થિતિ પર ખરાબ અસર પડવાના સંભાવના ઓછી છે.