ઉનાળુ વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે અને આ સાથે લોકોએ શરૂ કરી દીધી છે ટ્રીપ પ્લાનિંગ. આજકાલ લોકોમાં એડવેંચર ટ્રીપ પર જવાનો શોખ વધ્યો છે. આજ કારણોસર 2016-20 સમયમાં લગભગ 46 ટકા રેટથી એડવેન્ચર ટૂરિઝમમાં ગ્રોથની સંભાવના છે. જો આ ઉનાળામાં તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે ટૂર ઓપરેટરનો બિઝનેસ શરૂ કરી શકો છો.
આ બિઝનેસ પર સરકાર પણ ઘણું ફોકસ કરી રહી છે. એવામાં તમે સરકાર તરફથી આયોજિત ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ બિઝનેસ વિશે વિસ્તૃતથી જાણકારી મેળવી શકો છો. સરકાર આ બિઝનેસનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા અને લોન લેવામાં પણ તમને સપોર્ટ કરી શકે છે. એડવેન્ચર ટૂરિઝમ ખળખળ વહેતી નદી, સમુદ્ર, જંગલ, પહાડ જેવી જગ્યાઓ સાથે જોડાયેલ છે. પાછળના કેટલાક વર્ષમાં એડવેંચર ટૂરિઝમને લઈ લોકોનો ક્રેજ વધ્યો છે.
તમે ટુરિઝમ સ્પોર્ટ પર કેમ્પિંગ ફેસેલિટી ઉપલબ્ધ કરાવી શકો છો. જેમ કે - અટેચ બાતરૂમ સાથે ડેબલ બેડ વાળો ટેન્ટ, અટેચ બાથરૂમ સાથે ગ્રુપ ટેંટ જેમાં 6 લોકો રહી શકે, અટેચ બાથરૂમ સાથે કિચન ટેંટ, ડાઈનિંગ ટેંટ, પેંટ્રી ટેંટ, શેલ્ટર ફેસિલિટી, પાર્કિંગ ફેસિલિટી, બેવરીઝ, સ્નેક્સ, ફ્લેશ લાઈટ, ચાર્જર, ઈમરજન્સી કંબલ, હેંડ અને ફુટ વાર્માર, ટ્રેકિંગ પોલ, સાઈકલ, પોર્ટેબલ હિટર જેવો જરૂરી સમાન પણ ભાડા પર કે વેંચી શકો છો.
જો તમે આ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય અને પ્રોજ્કટ વિશે જાણકારી સાથે ટ્રેનિંગ લેવા માંગતા હોવ તો તમે ઉદ્ધમી મિત્ર પોર્ટલમાં હેંડ હોલ્ડિંગ સર્વિસિસ જેવી - એપ્લિકેશન ફાઈલિંગ, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો, ઈડીપી, ફાયનાન્સિયલ ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેંટ, મેટોરિંગની જામકારી લઈ શકો છો. સરકાર દ્વારા એંટરપ્રેન્યોરશિપ ડેવલપમેંટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા એંટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જ્યાંથી તમે બિઝનેસની ટ્રેનિંગ લઈ શકો છો.