જો રોકાણકાર લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો SIPમાં રોકાણ કરવું તે સૌથી સારો વિકલ્પ છે. સોનું, ફિક્સ્ડ ડિપોઝીટ, PPF જેવા ક્ષેત્રે રોકાણ કરવાની સરખામણીએ SIPમાં રોકાણ કરવું તે શ્રેષ્ઠ વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેનો કોઈ નિર્ધારિત સમય નથી. નાણાંકીય નિષ્ણાંતોનું માનવું છે કે, જો તમે પાંચ વર્ષ માટે રોકાણ કરવા માટે તૈયાર છો અને બજારની અનિશ્ચિતતાઓ વિશે જાણ છે, તો તમે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
આ પરિસ્થિતિના આધાર પર ફિંતુના ફાઉન્ડર (Founder of Fintoo) CA મનિષ પી. હિંગરે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, તમે એક યુવા વ્યક્તિ છો અને તમે મધ્યમ જોખમ લેવા માટે તૈયાર છો. તમારે તમારો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. તમે 10 કરોડ મેળવવાનું લક્ષ્ય ધરાવો છો, જેને 10 વર્ષ માટે 7%ના વ્યાજદરના આધારે મેનેજ કર્યા બાદ તમે 10 વર્ષમાં 20 કરોડની રકમ મેળવી શકશો. આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે માસિક SIP રૂ. 9 લાખ હોવી જરૂરી છે. તમે ઈક્વિટી લાર્જ કેપ ફંડમાં રૂ.3 લાખની બે SIP શરૂ કરી શકો છો. 10% CAGR વિશે માનવામાં આવે તો તે તમને રૂ. 12.4 કરોડ જમા કરવામાં મદદ કરશે. મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડુ જોખમ રહેલું છે.
10 વર્ષ માટે 12% CAGR માનવામાં આવે તો ઈક્વિટી મિડકેપ ફંડમાં રૂ. 1.4 લાખની SIP લગભગ રૂ. 3.2 કરોડ જમા કરવામાં મદદ કરશે. ઉપરાંત ઈક્વિટી સ્મોલ કેપ ફંડમાં રૂ. 1.6 લાખની એક વધુ SIP અને બાકી રહેલ રૂ. 4.4 કરોડ જમા કરવા માટે વાર્ષિક 15% CAGR ની ધારણા રાખવી પડે. ઉપર જે પણ જાણકારી આપવામાં આવી છે, તેના પરથી સાબિત થાય છે કે, તમારે ટૂંકાગાળા તથા મધ્યમ ગાળાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ પ્રકારનું જોખમ રહેશે. 10 વર્ષ માટે સૌથી સારું પ્રદર્શન કરતા લાર્જકેપ ફંડમાં ક્વાંટ ફોક્સ્ડ ફંડ, ICICI પ્રૂડેન્શિયલ બ્લ્યૂચિપ ફંડ, HDFC ઈન્ડેક્ષ ફંડ- S&P BSE Sensex પ્લાન અને કેનરા રોબેકો બ્લ્યૂચિપ ઈક્વિટી ફંડનો સમાવેશ થાય છે. મિડકેપ કેટેગરીમાં એક્સિસ મિડકેપ ફંડ અને કોટક ઈમર્જિંગ ઈક્વિટી ફંડ સૌથી સારું પર્ફોર્મન્સ આપતા ફંડ છે. સ્મોલ કેપ ફંડ કેટેગરીમાં એડેલ્વેઈસ સ્મોલ કેપ ફંડ અને કેનરા રોબેકો સ્મોલ કેપ ફંડનો સમાવેશ થાય છે.
એપ્સિલોન મની માર્ટના પ્રોડક્ટ એન્ડ પ્રપોઝિશનના હેડ નીતિન રાવે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો SIP સૌથી સારો વિકલ્પ છે. જેમ જેમ રોકાણનો ગાળો વધતો જાય છે, તેમ તેમ ઈક્વિટી સંબંધિત અસ્થિરતા પણ ઓછી થતી જાય છે. જેટલી જલ્દી રોકાણ કરવાનું શરૂ કરવામાં આવે તેટલી જલ્દી મોટી રકમ મેળવી શકો છો. તમે સ્ટેપ અપ SIP જેવા અન્ય વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો. એક સામાન્ય રોકાણકારે 20 વર્ષમાં 10 કરોડનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે 12થી 15 ટકા વ્યાજની જરૂર છે અને તે માટે માસિક રૂ. 2,00,000ની જરૂર રહેશે. જે લોકો પહેલીવાર રોકાણ કરી રહ્યા છે અને જે લોકો નાની રકમનું રોકાણ કરે છે, તે લોકો માટે આ રકમ ખૂબ જ મોટી હોઈ શકે છે અને આટલી મોટી રકમનું રોકાણ કરવા માટે તેમને જોખમનો ડર પણ લાગી શકે છે.
નીતિન રાવે આ અંગે વધુમાં જાણકારી આપી છે કે, મુદ્રાસ્ફિતિને નજરઅંદાજ ન કરી શકાય. હાલમાં 10 કરોડની જરૂરિયાત ખૂબ જ વધુ ગણવામાં આવે છે. આ કારણોસર વર્તમાન ગણના 5% ઈન્ફ્લેશન અને 12% વાર્ષિક રિટર્નની રાખવાની રહે છે. તમારે 10 વર્ષમાં રોકડની જરૂરિયાત છે, જેથી તમારે આ રકમ મેળવવા માટે લગભગ રૂ. 5,85,000ના SIPની જરૂરિયાત રહેશે. જો તમે આ સમયગાળામાં 5 વર્ષનો વધારો કરવાનું વિચારી રહ્યા છો તો તમારે માસિક રૂ. 3,22,000નું રોકાણ કરીને તમારો ટાર્ગેટ પૂર્ણ કરી શકો છો
સર્માઉંટ બિઝનેસ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર નીરજ બોરાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ધારિત રકમ મેળવવા માટે તમારે કેટલીક બાબતો પર વિચાર કરવાનો રહેશે. જેમ કે, સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણ પર 15% રિટર્ન મળે છે. અગાઉના રિટર્નના આધાર પર રોકાણકારોને આ રિટર્ન અંગે જણાવવામાં આવ્યું છે. રોકાણનો સમયગાળો 20 વર્ષનો માનવામાં આવે છે, જેમાં માસિક રોકાણ કરવાનું રહે છે. જે પરિવારની માસિક આવક રૂ.1.5 લાખ છે, તેમણે માસિક રૂ. 35,000નું રોકાણ કરવું જોઈએ.
નીરજ બોરાએ આ અંગે જણાવ્યું છે કે, રોકાણના સંતુલનનો વિકાસ (બ્લ્યૂ ચિપ્સ તથા અન્ય), હાઈબ્રિડ (દેવું અને ઈક્વિટી મિક્ષ) અને ડેબ્ટ ફંડમાં પણ કરી શકાય છે. આદર્શરૂપે દેવાનો રેશિયો 20%થી વધુ ન હોવો જોઈએ. 30 વર્ષ ધરાવતી વ્યક્તિ પાસે 70% ઈક્વિટી પોર્ટફોલિયો અને બાકી રહેલ રકમ ડેટ સિક્યોરિટીઝ હોઈ શકે છે.
નીરજ બોરા આ અંગે વધુમાં જણાવે છે કે, હું વ્યક્તિગતરૂપે ઈક્વિટી મિક્ષમાં રોકાણ કરવા અંગે સલાહ આપીશ. જેમાં બ્લ્યૂ ચિપ્સની સરખામણીએ વધુ જોખમ હોય છે, પરંતુ લાંબાગાળાના રોકાણમાં વધુ રિટર્ન આપે છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ જે ફંડમાં રોકાણ કરી રહ્યા છે, તેના નિયમો અંગે જાણકારી મેળવી લેવી. સ્મોલ કેસ તથા અન્ય કંપનીઓ પાસે અનેક પ્રકારના મિશ્ર પોર્ટફોલિયો હોય છે, જેમાં વધુ રિટર્ન માટે ફંડ આપવામાં આવે છે. ઈક્વિટી પોર્ટફોલિયોના 60-70%ના બ્લ્યૂ ચિપ્સ માટે રોકાણ કરવાની જરૂરિયાત છે અને બાકી રહેલ ઈક્વિટી પોર્ટફોલિયોમાં નોન-બ્લ્યૂ ચિપમાં રોકાણ કરવું જોઈએ. જેમાં 15 ટકાથી વધુ રિટર્ન આપવામાં આવે છે, ઉપરાંત તેનું પર્ફોર્મન્સ પણ સારું હોય છે. આ પોર્ટફોલિયોને પ્રિ-ટેક્ષના આધાર પર કમ્પાઉન્ડિંગનો લાભ આપવામાં આવે છે. જે લાંબાગાળાના અંતમાં લાભ પ્રદાન કરે છે.