Paytm યૂઝર્સ માટે નવી ખુશખબરી આવી છે. Paytmએ એક એવી સુવિધા શરૂ કરી છે જેમાં તમે હજારો રૂપિયા કમાઈ શકો છો. આજે જાણીએ આ કઈ સુવિધા છે જે આપણને પૈસા કમાવવાની તક આપે છે.
2/ 7
આ સુવિધાથી તે ગ્રાહકો પોતાના પૈસા Paytm બેંકમાં રાખી શકે છે જેના બદલામાં તમને વ્યાજ મળશે.
3/ 7
નવા વર્ષમાં ઈ-વોલેટ કંપની Paytm પેમેંન્ટસ બેંકમાં ઘણી જાહેરાત કરી છે. કંપની મફતમાં પોતાના ગ્રાહકોને ફિક્સ ડિપોઝીટની સુવિધા આપશે.
4/ 7
કંપની તરફથી જાહેર નિવેદન પ્રમાણે Paytm પેમેન્ટસ બેંકના ગ્રાહકો જો ફિક્સ ડિપોઝીટમાં પોતાની રકમ જમા કરાવે છે તો તે તેમને ફાયદો પણ થશે અને આ ઉપરાંત તેને કોઈપણ સમયે તે લઈ શકે છે. જેના માટે તેને કોઈ પ્રિક્લોઝર કે કોઈ ચાર્જ આપવો પડતો નથી.
5/ 7
બેંકોમાં એફડી પર 6.85 ટકા વ્યાજ આપવામાં આવશે.
6/ 7
Paytm પ્રમાણે જો કોઈ ગ્રાહક ડિપોઝીટની મેચ્યોરિટીના સમય પહેલા જ સીનિયર સીટિઝન બની જાય છે તો તેનું એકાઉન્ટ ઓટોમેટિકલી વરિષ્ઠ નાગરિક યોજનામાં ફેરવાઈ જશે. જેના પર તેને વધારે વ્યાજ દર મળશે.
7/ 7
Paytm બેંકની પરિકલ્પના રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને કરી હતી. માનવામાં આવે છે કે આનાથી બેંકિંગ સેક્ટરમાં વિવિધતા આવશે. કોઈપણ માણસ પોતાના ઓળખ પત્ર સાથે આની સાથે જોડાઈ શકે છે. આનાથી કેશલેશ ઈકોનોમી તરફ આગળ વધાશે.