ત્રણ યુવા ટેક આંત્રપ્રિન્યોર નિશ્ચલ શેટ્ટી (Nischal Shetty), સમીર મ્હાત્રે અને સિદ્ધાર્થ મેનન દ્વારા માર્ચ 2018માં WazirX લોન્ચ કરવામાં આવી હતી. WazirXની સ્થાપના થયાના માત્ર ત્રણ સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કોને ક્રિપ્ટોકરન્સી (Crypto currency) એક્સચેન્જની ડિલીંગ કરવાની ના પાડી દીધી હતી અને ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એન્ટરપ્રેન્યોર્સ માટે આ એક ખૂબ જ મોટો ઝટકો હતો, પરંતુ આ બિઝનેસ બંધ કરવાની જગ્યાએ તેમણે ઈનોવેશન કર્યું. તેમણે એક નવું પીઅર ટુ પીઅર ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું અને એક્સચેન્જ પણ ચાલુ રાખ્યું. (તસવીર સાભાર- https://indiawantscrypto.net)
વઝીરએક્સ (WazirX )ના CEO નિશ્ચલ શેટ્ટીએ 1 નવેમ્બર 2018ના રોજ ટ્વિટર પર #IndiaWantsCrypto નામનું કેમ્પેન શરૂ કર્યું હતું. આ કેમ્પેન હેઠળ નિશ્ચલે રોજ એક ટ્વિટ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટમાં ક્રિપ્ટોકરન્સીના રસપ્રદ તથ્યો વિશે જાણકારી આપવામાં આવતી હતી. આ કેમ્પેન શરૂ કરવા પાછળનો એકમાત્ર વિચાર હતો કે ઈન્ડસ્ટ્રી વિશે જાગૃતતા લાવવી. ઈન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરવા માટે પોલિસી નિર્માતાઓને પ્રભાવિત કરવા કે જેઓ નાણાંકીય મૂલ્યનો ઉલ્લેખ કરવા માટે નહીં, પરંતુ હજારો નોકરીઓ ઊભી કરે છે.
પહેલો દિવસ: શેટ્ટીએ ટ્વિટર પર નાણામંત્રી અરુણ જેટલી અને પ્રઘાનમંત્રીને ટેગ કરીને સરકારને ક્રિપ્ટોકરન્સી માટે પોઝિટીવ નિયમન લાવવા માટે આગ્રહ કર્યો. તેમણે લખ્યું હતું કે, “ભારતીય યુવાઓએ સમૃદ્ધ થવા માટે એક અલગ રીત અપનાવી છે અને દેશમાં દરેક વ્યક્તિ માટે પર્યાપ્ત નોકરી ન હોવાને કારણે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.” શેટ્ટીએ તેના ફોલોઅર્સને મંત્રીઓ, મીડિયાકર્મીઓ અને ક્રિપ્ટો રોકાણકારને ટેગ કરવાનો આગ્રહ કર્યો. તેણે કહ્યું હતું કે, “જ્યાં સુધી આ અંગે યોગ્ય પ્રતિક્રિયા ન મળે ત્યાં સુધી આપણે ટ્વિટ કરીશું.”
365 દિવસ: 1 નવેમ્બર 2019ના રોજ કેમ્પેનને 1 લાખથી વધુરિટ્વિટ અને લાઈક મળ્યા હતા. શેટ્ટીએ ટ્વિટ કર્યું કે, “અમે કેટલાક એન્ટ્રેપ્રેન્યોરને મળ્યા, પરંતુ PM અને FM તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.” તે સમયે સુપ્રીમ કોર્ટમાં RBIએ ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુક્યો તે મામલે સુનાવણી ચાલી રહી હતી.
489 દિવસ: 4 માર્ચ 2020ના રોજ સુપ્રીમ કોર્ટે RBIના 2018ના પરિપત્રને રદ્દ કર્યો અને ભારતમાં ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને અનુમતિ આપવામાં આવી. ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો કોઈ કાયદો ન હતો. આ તથ્યના આધાર પર સુપ્રીમકોર્ટના નિર્ણયને રેખાંકિત કરવામાં આવ્યો હતો. સુપ્રીમકોર્ટે સરકારને ક્રિપ્ટોકરન્સીનો કાયદો લાવવાનો આગ્રહ કર્યો, જે સ્ટેકહોલ્ડરને મદદરૂપ થશે. ત્યારબાદ ક્રિપ્ટો રોકાણકાર શ્રીકર પરાશર RBIની ઓફિસની સામે એક #IndiaWantsCrypto અને We Won લખેલ પોસ્ટ સાથે ઊભો રહ્યો હતો.
દિવસ 822: 1 ફેબ્રુઆરી 2021 બજેટ દિવસ. સરકારે ‘ધ ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021’ રજૂ કર્યું હતું. જેમાં “તમામ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવા” અને “ક્રિપ્ટોકરન્સીની ટેકનિકને પ્રોત્સાહન આપવા માટે” એક સેન્ટ્રલ બેન્ક શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે #IndiaWantsCrypto ટ્રેન્ડ થઈ રહ્યું હતું.
856 દિવસ 5 માર્ચ 2021: CNBC-TV18 ઈન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી મામલે સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન લેશે. “વિશ્વ ટેકનોલોજી સાથે ખૂબ જ આગળ વધી રહ્યું છે. આપણે તે કહી ન શકીએ કે અમારે ક્રિપ્ટોકરન્સી નથી જોઈતી. અમે સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે, ક્રિપ્ટો દુનિયામાં તમામ પ્રકારના થતા પ્રયોગ માટે એક માર્ગ ઉપલબ્ધ હોવો જોઈએ.”
995 દિવસ: RBI ડેપ્યુટી ગવર્નર ટી રબી શંકરે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ મુદ્રા (CBDC)ને ચરણબદ્ધ રીતે લોન્ચ કરવાની જાહેરાત કરી, જેની શરૂઆત રિટેલ અને હોલસેલ સેગમેન્ટથી કરવામાં આવી. RBI ડિજિટલ મુદ્રાના લાભથી જાણકાર છે, પરંતુ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીના કારણે તેનું મૂલ્ય અને વૈધતા ઓછી થઈ જાય છે. શેટ્ટીએ CBDCના પક્ષમાં ટ્વિટ કર્યું કે આ નિર્ણયથી ભારતમાં ક્રિપ્ટોકરન્સી વિશે જાગૃતતા આવશે અને તેના વિશે લોકોમાં સમજણ વિકસિત થશે.