

નવી દિલ્હી : કોરોના વાયરસને (Coronavirus Crisis)ફેલાતા રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના (Lockdown)કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ ઠપ પડી ગઈ હતી. આ પછી દરેક સેક્ટરમાં કર્મચારીઓની હકાલપટ્ટી અને પગાર કાપ કરવામાં આવ્યો છે. જોકે હવે ધીરે-ધીરે વેપાર પટરી પર આવી રહ્યો છે. ઘણા સેક્ટર્સ લોકોને નોકરીઓ (New Jobs)પણ આપી રહ્યા છે. આ યાદીમાં એક એવું સેક્ટર છે જેમાં લગભગ 1,00,000 લોકો માટે ઓપનિંગ છે. દેશમાં ડેટા સાયન્સ સેક્ટરમાં (Data Science Sector) હાલના સમયે એક લાખ સ્કિલ્ડ લોકોની જરૂર છે. (પ્રતિકાત્મક તસવીર)


એજ્યુકેશન ટેકનોલોજી કંપની ગ્રેટ લર્નિંગના મતે ઓગસ્ટ 2020ના અંત સુધીમાં ભારતમાં ડેટા સાયન્સ ફીલ્ડમાં લગભગ 93,500 નોકરી હતી. તે સમયે ડેટા સાયન્સ પ્રોફેશનલ્સની માંગણી આખી દુનિયામાં ઝડપથી વધી રહી છે. ઓગસ્ટ 2020માં આખી દુનિયામાં ડેટા સાયન્સ પ્રોફેશનલ્સની માંગમાં 9.8 ટકા યોગદાન ભારત તરફથી હતું. વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2020માં આ આંકડો 7.2 ટકા હતો. જોકે ડેટા સાયન્સ સેક્ટરમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે અને વેકન્સીમાં ઘટાડો થયો છે.(પ્રતિકાત્મ


ભારતમાં કોરોના કાળ પહેલા ફેબ્રુઆરી 2020માં ડેટા સાયન્સ સેક્ટરમાં 1,09,000 પ્રોફેશનલ્સ માટે ઓપનિંગ હતી. મે 2020માં આ માંગ 82,500 રહી ગઈ હતી. ઓગસ્ટ-2020માં ફરી તેજી આવતા આ સંખ્યા 93,500 પર પહોંચી ગઈ હતી. ડેટા સાયન્સ સેક્ટરમાં નવી નોકરીઓ ઉભી કરવામાં બેંગલોર સૌથી આગળ છે. આ મામલે બેંગલોરનું યોગદાન 23 ટકા છે.(પ્રતિકાત્મક તસવીર)


ડેટા સાયન્સ પ્રોફેશનલમાં કારકિર્દી બનાવવા માટે કોઈપણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેગ્વેજમાં સારી નોલેજ હોવી જોઈએ. સાથે 12માં ધોરણમાં ગણિત હોવું જરૂરી છે. ડેટા સાયન્સ સાથે જોડાયેલ પ્રોગ્રામ એનઆઈટી સહિત ઘણી સંસ્થાનોમાં ચલાવવામાં આવી રહ્યા છે. ઘણી ઇન્સ્ટીટ્યૂટ હવે ડેટા સાયન્સમાં બીટેક (B.Tech) કોર્સ ઓફર કરી રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)