પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજના સ્વસ્થ ભારતની સંજીવની બની છે. જન ઔષોધી કેન્દ્રથી દવા લેવા પર ઉપભોક્તાને 50થી 90 ટકા સુધીની બચત થાય છે. અત્યાર સુધી દેશભરમાં 4401 જન ઔષધી કેન્દ્ર ખુલી ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં 732, તમિલનાડુમાં 416, કર્ણાટકમાં 400, ગુજરાતમાં 399, મહારાષ્ટ્રમાં 287 જન ઔષધી કેન્દ્ર ઉપલબ્ધ છે.
આ સ્ટોર પર જેનરિક નામથી દવાઓ મળે છે. સામાન્ય રીતે ડૉક્ટર કોઈપણ દવાઓની જેનરિક નામની જગ્યા હવે તેના બ્રાન્ડનું નામ લખે છે. જોકે સરકારે હવે દવા પર જેનરિક નામ લખવાની સૂચના આપી છે. ફાર્મા કંપનીઓને પણ હવે દવાઓને જેનરિક નામથી મોટા અક્ષરોમાં પ્રિન્ટ કરવા માટે કહેવામાં આવે છે. તો પણ તમે ડૉક્ટર પાસેથી દવા લખાવો તો તેને જેનરિક નામ લખવાનું આગ્રહ રાખો. આનાથી તમને જન ઔષધી કેન્દ્ર પર સરળતાથી દવા મળી શકે છે.