

વિભન્ન ક્ષેત્રોમાં વેપાર કરનારી કંપની આઇટીસી લિમિટેડ (ITC Limited)એ કહ્યું કે તે એક મસાલા બનાવતી કંપની સનરાઇઝ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)ને ખરીદી રહી છે. જો કે કંપનીને કેટલા રૂપિયામાં આ મસાલા બનાવતી કંપનીને ખરીદી છે તેની સ્પષ્ટતા નથી આપી. પણ સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ 1,800 કરોડ રૂપિયાથી 2,000 કરોડ રૂપિયાની આસપાસ આ ડીલ કરવામાં આવી હોય તેમ મનાય છે. કંપનીએ કહ્યું કે તેને એસએફપીએલની સાથે એક શેર ખરીદ કરાર (SPA) પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી તેના ઉત્પાદકોનું પોર્ટફોલિય વધશે અને મસાલાના વેપારમાં તેની સ્થિતિ મજબૂત થશે.


આઇટીસીના એક નિવેદનમાં સનરાઇઝની પાસે 70 વર્ષોથી વધુની વારસો છે. તે મસાલાની શ્રેણીમાં ઝડપથી વૃદ્ઘિ કરતી બ્રાંડ છે. સનરાઇઝ પૂર્વ ભારતની બજારમાં અગ્રણી પણ છે. કંપનીએ કહ્યું કે તેની બ્રાંડને ક્ષેત્રીય સ્વાદ અને પરંપરાના આધાર પર પોતાના ઉત્પાદકોના પોર્ટફોલિયો માટે તૈયાર કરશે. આ જ કારણે તેને અનેક વર્ષો સુધી પ્રતિબદ્ધ ગ્રાહક બનાવ્યા છે.


આઇટીસીએ કહ્યું કે આ સૂચિત એક્વિઝિશન એફએમસીજી વેપારમાં નફા સાથે ઝડપી વિકાસ કરવાની આઇટીસીની વ્યૂહરચનામાં અનુરૂપ થશે. ઉદ્યોગ જગતના સુત્રો મુજબ આ ડીલમાં જેએમ ફાઇનેશિયલ સનરાઇઝની સલાહકાર રહેલી લૉ ફર્મ સિરિલ અમરચંદ મંગળદાસ આઇટીસીની લીગલ એડવાઇઝરી રહી છે. આઇટીસીના "Aashirvaad" રેન્જના મસાલા તેલંગાના અને આંધ્ર પ્રદેશ માર્કટમાં લીડર છે. કંપની ભારતના પ્રમુખ ઉત્પાદકો અને ઉચ્ચ ગુણવત્તા વાળા ખાદ્ય સુરક્ષિત મસાલાને બનાવે છે.


શર્મા પરિવારના પ્રચલિત સનરાઇઝ ફૂડ્સને એવરેસ્ટ મસાલા અને એમડીએચ મસાલા જેવી બ્રાંડના પ્રતિદ્વંદી માનવામાં આવે છે. આ કંપનીના અનેક ઉત્પાદનો જેમ કે હોલ સ્પાઇસ બેસિક ગ્રાઉન્ડ સ્પાઇસ બ્લેંડેડ કે મિક્સ સ્પાઇસ, ઇન્સ્ટેંટ મિક્સ, સરસોનું તેલ અને પાપડમ બનાવે છે.


1902માં સ્થાપિત કંપનીના ચાર કારખાના બીકાનેર, જયપુર, આગરા અને કોલકાત્તામાં અને 9 રાજ્યોમાં આવેલા છે. કંપનીનો વેપાર બાંગ્લાદેશ અને નેપાળમાં પણ છે. નાણાંકીય વર્ષ 19માં તેનું વેચાણ લગભગ 1,000 કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં આઇટીસીની નેટ રેવેન્યૂ 44,415 કરોડ રૂપિયા અને પ્રોફિટ 12, 464 કરોડ રૂપિયા રહ્યું છે.