<br />નવી દિલ્હીઃ દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ ચૌથી વાર કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સત્ર 2023-24ના બજેટથી લોકોને ઘણી આશાઓ છે. પરંતુ શું તમે જાણો છે, કે આખરે મોદી સરકારે એક નાણામંત્રી તરીકે નિર્મલા સિતારમણ પર કેમ આટલો વિશ્વાસ છે. આ પાછળ એક મોટું કારણ છે. નિર્મલા સિતારમણને અર્થશાસ્ત્રનું બહોળું જ્ઞાન છે. વાસ્તવમાં અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નાણામંત્રીએ કેટલો અભ્યાસ કર્યો છે અને આખરે તેમને અર્થવ્યવસ્થાની આટલી સમજણ કેમ છે.
62 વર્ષની સિતારમણ 2014થી જ રાજ્યસભાની સાંસદ છે અને ત્યારથી સતત કેન્દ્રીય મંત્રીના પદ પર બનેલી છે. તેમણે સરકારમાં રક્ષામંત્રીનું પણ પદ સંભાળ્યું છે. સિતારમણના અભ્યાસની વાત કરીએ, તો તેમણે તિરુચિરપલ્લાના સીથાલક્ષ્મી રામસ્વામી કોલેજથી ઈકોનોમિક્સમાં બીએ કર્યું છે. ત્યારબાદ દિલ્હીની જવાહનલાલ નહેરું યૂનિવર્સિટીથી નિર્મલા સિતારમણે ઈકોનોમિક્સમાં એમએ અને એફિલ કર્યું છે. હવે તો મોટું કારણ તમારી સામે જ છે, કે સિતારમણને અર્થશાસ્ત્રનું આટલું જ્ઞાન કેમ છે અને કેમ તે સફળતાપૂર્વક દેશના નાણામંત્રી તરીકે પદભાર સંભાળી રાખ્યો છે.
તમિલનાડુંના મદુરેમાં જન્મી સિતારમણે તેમનો પ્રારંભિક અભ્યાસ, ચેન્નઈ અને તિરુચિરપલ્લીથી કર્યો છે. ત્યારબાદ 1984માં તેમણે બીએની ડિગ્રી તિરુચિરપલ્લીથી જ સીથાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી મેળવી, ત્યારબાદ તેઓ દિલ્હી આવી ગયા જ્યાં જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું. અહી તેમણે એમએની ડિગ્રી મેળવી, ત્યારબાદ અહીં નાણામંત્રીએ અર્થશાસ્ત્રમાં એમફિલ કર્યું.
રાજકીય કારકિર્દી - નિર્મલા સિતારમણે 2006માં બીજેપી સાથે જોડાયા અને 2019માં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા બન્યા. 2014માં જ્યારે બીજેપીની સરકાર બની તો મોદી સરકારમાં તેમને કેબિનેટ મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો. જૂન 2014માં રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા. ત્યારબાદ 2016માં સિતારમણે રાજ્યસભાની ચૂંટણીમાં કર્ણાટર સીટ પર ઊભા રહ્યા અને જીવ મેળવી. 3 સપ્ટેમ્બર 2017માં સિતારમણને રક્ષામંત્રીનો હોદ્દો આપવાામાં આવ્યો. તેઓ ઈન્દિરા ગાંધી પછી બીજી મહિલા રક્ષામંત્રી બન્યા. 31 મે 2019ના રોજ સિતારમણે ફાઈનાન્સ એન્ડ કોર્પોરેટ અફેયર્સ મિનિસ્ટ્રીની ઓફિસ જોઈન કરી અને તેઓ દેશના પહેલા મહિના નાણામંત્રી બન્યા.