Indian Railways: મહિલા રેલ યાત્રીઓ માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering And Tourism Corporation- IRCTC) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. રક્ષાબંધન (Rakshabandhan 2021)ના શુભ પ્રસંગે IRCTC મહિલા મુસાફરો (Women Passengers)ને કેશબેક ઓફર (IRCTC Cashback Offer) આપી રહી છે. IRCTC તરફથી મળતી માહિતી અનુસાર, 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2021 વચ્ચે મુસાફરી કરતી મહિલા મુસાફરોને આ ઓફરનો લાભ મળશે. અહીં જાણીએ કે રક્ષાબંધન (Rakshabandhan) પ્રસંગે મહિલા પ્રવાસીઓને આપવામાં આવેલી આ ઓફર અંગે. (Image: Twitter/IRCTC)
આ ટ્રેનોમાં મળશે ઓફરનો લાભ- ઉલ્લેખનીય છે કે IRCTC દ્વારા આ ઓફર બે તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનમાં મુસાફરી બદલ આપવામાં આવી રહી છે. આ ઓફર દિલ્હી-લખનઉ (ટ્રેન નંબર 82501/02) અને મુંબઈ-અમદાવાદ (ટ્રેન નંબર 82901/02) વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી પર ઉપલબ્ધ છે. (Image: Twitter/IRCTC)
તમને જણાવી દઈએ કે, 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ વચ્ચે આ ટ્રેનોમાં મુસાફરી કરવા પર મહિલા મુસાફરોને ટ્રેનના ભાડા પર 5% કેશ બેક આપવામાં આવશે. IRCTCની આ ઓફર 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2021 વચ્ચે જ માન્ય છે. મહત્વનું છે કે, આ કેશબેક મહિલાઓને તે જ ખાતામાં પરત કરવામાં આવશે, જેના દ્વારા ટિકિટ બુકિંગ કરવામાં આવશે. (Image: Twitter/IRCTC)
જાણો, કેટલી વખત મળશે કેશબેક- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IRCTCએ કેશબેક મેળવવા માટે કોઈ મર્યાદા નથી લાદી. જેનો અર્થ છે કે 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ વચ્ચે મહિલાઓ તેજસ એક્સપ્રેસ (Tejas Express)માં ગમે તેટલી વાર મુસાફરી કરે, તેમને સમાન રીતે કેશબેકનો લાભ (IRCRC Cash back Benefit) મળશે. રસપ્રદ બાબત એ છે કે, જો તમે અગાઉ ટિકિટ બુક (Railway Ticket Booking) કરાવી હોય અને તમે 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરી રહ્યા હોવ તો પણ તમને કેશબેકનો લાભ મળશે. (Image: Twitter/IRCTC)
મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખીને ભારતીય રેલવે (Indian Railways)એ આ બંને પ્રીમિયમ તેજસ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન 7 ઓગસ્ટથી શરૂ કર્યું છે. જણાવી દઈએ કે હાલ આ ટ્રેનો સપ્તાહમાં માત્ર 4 દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચલાવવામાં આવી રહી છે. અગાઉ આ ટ્રેનો સપ્તાહમાં 6 દિવસ ચાલતી હતી. (Image: Twitter/IRCTC)