

જ્યારે પણ તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરો છો, ત્યારે ટીટીઇ (TTE) ચોક્કસપણે ટિકિટ સાથે આઈડી પ્રૂફ માંગશે. ઘણી વાર એવું બને છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે તમારું આઈડી પ્રૂફ ઘરે જ ભૂલી ગયા હોય. જો આવું થાય છે, તો પછીથી તમારે તેની ચિંતા કરવાની જરૂર નહીં હોય, તમારો સ્માર્ટફોન તમને આ મુશ્કેલીથી બચાવી શકે છે. ખરેખર, થોડા મહિના પહેલા, ભારતીય રેલવેએ એક સૂચના દ્વારા માહિતી આપી હતી કે તમારું આઈડી પ્રૂફ ડિજિટલ સ્વરૂપમાં પણ માન્ય છે. તમે (DigiLocker App) ડિજિલોકર એપ્લિકેશન નામના ડિજિટલ સ્ટોરેજ એપ્લિકેશનમાં તમારું આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ રાખી શકો છો. એપ્લિકેશન કેન્દ્ર સરકારની માન્યતાવાળી એક એપ્લિકેશન છે, જેમાં કોઈપણ ભારતીય નાગરિક તેના જરૂરી દસ્તાવેજો રાખી શકે છે.


આ માટે જુલાઈ મહિનામાં જ ભારતીય રેલવેએ તમામ ઝોનના મુખ્ય વ્યાપારી અધિકારીઓને એક પત્ર જાહેર કર્યો હતો કે આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ડિજિટલ સ્વરૂપમાં માન્ય રહેશે. રેલવેએ તેની સૂચનામાં કહ્યું હતું કે, જો કોઈ મુસાફર ડિજલોકરમાં તેના લોગિનમાંથી આધારકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવે છે, તો તે માન્ય ID પ્રૂફ તરીકે માનવું જોઈએ.


જો હવે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ડિજિલોકર ઍપમાં આ અપલોડેડ ડોક્યુમેન્ટ વિભાગમાં છે તો તે આઇડી પ્રૂફ માન્ય નહીં હોય, તમે આ આધારકાર્ડની ઓફિશિયલ એપ mAadhaarના માધ્યમથી જ આધારકાર્ડ બતાવી શકો છો.


ટ્રેનની મુસાફરી દરમિયાન, તમે મતદાર આઈડી, પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ફોટો આઈડી કાર્ડ, સરકારી કંપની અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ આઈડી કાર્ડ રજૂ કરી શકો છો.