ભારતીય રેલવેએ એક ખાસ ઓફર રજૂ કરી છે. તેના હેઠળ એક ટિકિટ બૂકિંગ પર બીજી ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) વિશ્વની લક્ઝરી ટ્રેનોમાં મહારાજા એક્સપ્રેસમાં ટિકિટ બૂકિંગમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની છે. ટ્વિન શેરિંગમાં પ્રથમ ટિકિટ બાદ બીજી વ્યક્તિની ટિકિટ બૂક કરાવવા પર 50 ટકા ઓછુ ભાડું આપવું પડશે. ભારતીયો સાથે વિદેશી પ્રવાસીઓ પણ આ ઓફરનો લાભ લઈ શકે છે.
આવી છે મહારાજા એક્સપ્રેસ- મહારાજા એક્સપ્રેસને વિશ્વની સૌથી મોંઘી લક્ઝરી ટ્રેન માનવામાં આવે છે. જેવું નામ તેવી જ આ ટ્રેન છે. એક તરફથી સંપૂર્ણ રાજમહાલ. ટ્રેનમાં મુસાફરી કરવા માટે સૌથી સસ્તી ટિકિટ 1,93,490 રૂપિયા અને સૌથી વધુ મોંઘી ટિકિટ રૂ. 15,75,830 છે. આ ટ્રેનમાં 23 ડબા છે અને 88 મુસાફરો મુસાફરી કરી શકે છે. આ ટ્રેન એક રીતે ચાલતો-ફરતો રાજમહેલ છે.