મંગળવારના 3 વધુ કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યાં છે. જેમા UTI AMC, સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપની મઝગાંવ ડોક શિપિબિલ્ડર્સ અને લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સમાવિષ્ટ છે. આ ત્રણેય કંપનીઓના આઈપીયો 29 સપ્ટેમ્બરે, મંગળવારના રાજ ખુલશે અને ગુરુવાર એટલે 1 ઓક્ટોબરના રોજ બંધ થશે. જો તમે હમણાં જ આવેલા આઈપીઓમાં બોલી લગાવવાનૂં ચૂકી ગયા છો તો તમારા હાથમાં એકવાર ફરી તક આવી છે. આમાં રોકાણ કરતા પહેલા, રોકાણકારો વિશે બધું જ જાણી લો.
યુટીઆઈ એએમસીનો (યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની) આઈપીઓ મંગળવારે એટલે 29 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. આમા 1 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકાય છે. નિપ્પોન લાઇફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ અને એચડીફસી એએમસી પછી યુટીઆઇ એએમસી શેર બજારોમાં સૂચિબદ્ધ થવા માટે ત્રીજી એએમસી હશે. યુટીઆઈ એએમસીના શેર બીએસઇ અને એનએસઇ બંનેની યાદીમાં હશે. કંપનીના ઇશ્યુ માટે 552-554 રિપિયાનું પ્રાઇસ બેન્ડ રાખવામાં આવશે. કંપનીની આ ઇશ્યુમાં 3.89.87.081 શેર ઓફર ફોર સેલ અંતર્ગત આપવાની છે. આ પ્રાઇસ બેન્ડ પરથી આઈપીઓથી 2,152-2,160 કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. જેા 27 શેર્સનો એક લૉટ હશે. યુટીઆઇ એએમસી દેશની સૌથી જૂની મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. કંપનીમાં સોમવારના રોજ એન્કર રોકાણકારો પાસેથી 644.64 રૂપિયા કમાઇ. આ એસેટ મેનેજર કંપનીની 554 રુપિયાથી ઉપરનાં પ્રાઇસ બેન્ડ પર 67 એન્કર રોકાણકારોને 1,16,36,124 શેર્સનું વિતરમ કર્યું.
જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપની મઝગાંવ ડોક શિપિબિલ્ડર્સનો (MAZAGAON DOCK) આઈપીઓ પણ 29 સપ્ટેમ્બરનારોજ ખુલશે. જેમા 1 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકો છો. કંપનીએ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ 135-145 દર શેર પ્રમાણે નક્કી કરી છે. આઈપીઓના અંતર્ગત 3.05.99.017 શેરનું વેચાણ રજૂ કરવામાં આવશે. મૂલ્ય દાયરાનાં ઉપરનાં સ્તર પર આઇપીઓથી 444 કરોડ રુપિયા મેળવવાનું લક્ષ્ય છે. કંપનીના શેરોને બી.એસ.ઇ અને એન.એસ.ઇ. માં લિસ્ટ કરા શકાશે. આ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એડલવાઈઝ ફાઇનેન્શિયલ, આઇડીએફસી સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્શિયલ આઈપીઓને મેનેજ કરશે. આ આઈપીઓની લૉટ સાઇઝ 103 શેરની છે. મઝગાંવ ડોક સરકારી ક્ષેત્રની શીપીયાર્ડ કંપની છે. આ નૌ સેના અને કોસ્ટગાર્ડ માટે જંગી જહાજ અને પન્નડુબ્બી બનાવવાની કામગીરી કરે છે. કંપની વહાણ અને પનડ્ડુબ્બીની મરામતનું પણ કામ કરે છે.
હૈદરાબાદની તેલ તથા ગેસ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાડર કંપની લિખિતા ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનો આઈપીઓ પણ આજે જ ખુલશે અને 1 ઓક્ટોબરનાં રોજ બંધ થશે. કંપનીનું લક્ષ્ય આ આઈપીઓ દ્વારા 61.20 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે. આ આઈપીઓ માટે પ્રતિ શેર પ્રાઇસેસ બેન્ડ 117 થી 120 રુપિયા સુધી કરવામાં આવ્યું છે. આ આઇપીઓમાં 51,00,000 સુધી ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ હશે, જે ઇશ્યુ પછી શેરહોલ્ડિંગના 25.86 ટકા છે. આઇપીઓથી આવનારી રકમ કંપની પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂર્ણ કરવામાં કરશે. જેનાથી તેલ - ગેસ ક્ષેત્રની વૃદ્ધિનો ફાયદો લઇ શકાય.