Home » photogallery » બિઝનેસ » Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

Investment Tips: વર્ષ 2022 પૂર્ણ થવામાં માત્ર એક અઠવાડીયું જ બાકી છે. 2023 ફક્ત નવું વર્ષ જ નહીં પરંતુ ઘણી નવી વસ્તુઓ શરૂ કરવાની સારી તક પણ હશે. રોકાણકાર માટે નવું વર્ષ નવી વ્યૂહરચના અને નવું લક્ષ્ય બનાવવાની તક પણ લઈને આવશે. આ માટે અમે કેટલાક ચોક્કસ ફોર્મ્યુલા જણાવી રહ્યા છીએ. જે તમને સફળ રોકાણકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.

  • 17

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305799" align="alignnone" width="770"] સૌ પ્રથમ આપણે ઈમરજન્સી ફંડ વિશે વાત કરીએ. કોરોના રોગચાળાએ આપણને બધાને ખૂબ સારી રીતે બતાવ્યું છે કે મુશ્કેલીના સમયે હાથમાં પૈસા હોવા કેટલું મહત્વપૂર્ણ છે. તેથી તમારે ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ. એક આદર્શ ઈમરજન્સી ફંડ તમારા 6 મહિનાના ખર્ચ જેટલું હોવું જોઈએ. તમે તેને સેવિંગ્સ એકાઉન્ટ અથવા લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રાખી શકો છો.

    [/caption]

    MORE
    GALLERIES

  • 27

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305800" align="alignnone" width="717"] બીજો મંત્ર એ છે કે વહેલું રોકાણ શરૂ કરવું કે જે તમને ઓછા પૈસામાં મોટું ફંડ બનાવવાની તક આપે છે. ખરેખર જ્યારે તમે SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. એટલે કે, જો તમે તેને જાન્યુઆરી 2023 માં શરૂ કરો છો તો તમે તમારા રોકાણો સાથે જેટલો લાંબો સમય પસાર કરશો, તેટલું ફંડ વધુ મજબૂત થશે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 37

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305801" align="alignnone" width="1024"] જો તમે SIP દ્વારા રોકાણ કરવાનું શરૂ કર્યું હોય તો દર વર્ષે આગળ વધવાનું ભૂલશો નહીં. આનો અર્થ એ છે કે તમે આ વર્ષે જેટલી રકમનું રોકાણ કર્યું છે તો આવતા વર્ષે તેના કરતાં ઓછામાં ઓછું 10 ટકા વધુ રોકાણ કરો. તે તમારા પગારમાં વધારો અથવા વધારાની આવક પર આધાર રાખે છે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 47

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305802" align="alignnone" width="1000"] રોકાણ કરવું સારું છે પરંતુ જો તમારી વ્યૂહરચના ટેક્સ બચતની આસપાસ રહે તો તે વધુ સારું રહેશે. આપણે સૌ પ્રથમ આવકવેરાની કલમ 80C હેઠળ ઉપલબ્ધ રૂ.1.5 લાખની કર મુક્તિનો લાભ લેવો જોઈએ. ફક્ત આ રોકાણથી ઉચ્ચ કરદાતાઓને રૂ. 45,000 ની કર બચત મળશે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 57

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305804" align="alignnone" width="1200"] તમારી લાગણીઓને નિયંત્રિત કરવી એ રોકાણકાર માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. અહીં લાગણી એટલે લોભ અને ભય. જો તમે બજારમાં રોકાણ કરતી વખતે લોભની જાળમાં ફસાઈ જાઓ છો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તેવી જ રીતે જો તમે ડરથી ઉતાવળમાં શેર વેચો છો તો તમને નુકસાન પણ થઈ શકે છે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 67

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305805" align="alignnone" width="425"] રોકાણ કરતી વખતે સૌથી મહત્વની બાબત લક્ષ્ય છે. જો આપણે ટાર્ગેટ બનાવીને રોકાણ કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે કેટલી રકમનું રોકાણ કરવું પડશે અને આપણું લક્ષ્ય કેટલા સમયમાં પૂરું થશે. તમારે ડેટ અને હાઇબ્રિડ ફંડ માટે 5 વર્ષથી ઓછા અને ઇક્વિટી માટે 5 વર્ષથી વધુના ધ્યેય સાથે રોકાણ કરવું જોઈએ.

    [/caption]

    MORE
    GALLERIES

  • 77

    Investment Tips: કેટલું રોકાણ ફાયદારૂપ થાય? નવા વર્ષની શરૂઆત પહેલા જ બનાવો પ્લાન

    [caption id="attachment_1305806" align="alignnone" width="770"] રોકાણકારે પણ માત્ર પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેની સલામતી પર ધ્યાન આપવું જોઈએ. આનો અર્થ એ છે કે તમારા માટે તમારો વીમો મેળવવો જરૂરી છે. ટર્મ ઈન્સ્યોરન્સ લેવાથી તમારું કુટુંબ માત્ર આર્થિક રીતે સુરક્ષિત રહેશે નહીં પરંતુ કોઈપણ દુઃખદ ઘટનાના કિસ્સામાં તેમના પર બોજ પડશે નહીં.

    [/caption]

    MORE
    GALLERIES