

અમદાવાદઃ કોરોનાની મહામારી (corona pandemic) વચ્ચે વૈશ્વમાં અર્થતંત્ર ડામાડોળ છે. ત્યારે આવી અસ્થિરતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળ્યા છે. જોકે, સોનામાં (Gold price today) સ્થાનિક બજારમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાંદીમાં (silver price today) તેજી રહી હતી. સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શનિવારે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોના-ચાંદીમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. સોનામાં ઘટાડો રહ્યો હતો જ્યારે ચાંદીમાં ઉછાળો નોંધાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં (Ahmedabad market) સોનામાં 300 રૂપિયા ઘટાડો જ્યારે ચાંદીમાં 500 રૂપિયા વધારો નોંધાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે સોનું પ્રતિ 10 ગ્રામ 60,000 રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)


અમાદાવાદ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in Ahmedabad): અમદાવાદ માર્કેટમાં ચાંદીમાં પ્રતિ કિલો 500 રૂપિયાનો વધારો નોંધાતા ચાંદી ચોરસા 51,500 રૂપિયા અને ચાંદી રુપું 51,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જ્યારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,400 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


આ ઉપરાંત અમદાવાદ ઝવેરી બજારમાં હોલમાર્ક દાગીનાની કિંમતમાં 290 રૂપિયાનો ઘટાડો નોંધાતા 10 ગ્રામ હોલમાર્ક દાગીનાની કિંમત 49,590 રૂપિયા રહ્યા હતા. શુક્રવારે હોલમાર્ક દાગીનાનો ભાવ 49,880 રૂપિયા રહ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in International market): આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 18.60 ડોરલ પ્રતિ ઔંસ અને સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર) (પ્રતિકાત્મક તસવીર)


આર્થિક અનિશ્વિતતાથી ગોલ્ડમાં સપોર્ટ મળી રહ્યો છેઃ આ અંગેના એક્સપર્ટનું કહેવું છેકે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના વૈશ્વિક ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે. અત્યારની મહામારીથી દુનિયાભરની અર્થવ્યવસ્થાઓને હાલત ખબૂ જ ખરાબ અને ચિંતાજનક હશે. આઈએમએફ પ્રમાણે 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.9 ટકાનો ઘટાડો આવ્યો છે. જેના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. (પ્રતિકાત્મક તસવીર) (પ્રતિકાત્મક તસવીર)


નિષ્ણાંતનું શું કહેવું છેઃ એચડીએફસી સિક્યુરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલનું કહેવું છે કે, સોનાના ભાવમાં અત્યારે તેજીના સમય બાદ ટેક્નિકલ સુધારા થયા બાદ ઘટાડો આવ્યો છે. જ્યાં એક તરફ બજારોની આર્થિક હાલત નબળી થઈ રહી છે ત્યારે દરરોજ સોનાની ચમક વધતી રહી છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ગોલ્ડમાં રોકાણ કરવું સારો ઓપ્શન છે. જે રીતે સોનાના ભાવમાં રોજ વધારો થઈ રહ્યો છે એનાથી અંદાજ લગાવી શકાય કે સોનામાં રોકાણ કરવાથી ભવિષ્યમાં મોટો ફાયદો આપી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)