નવી દિલ્હીઃ જો તમે સરકારી યોજનાઓ અને પબ્લિક સેક્ટરની બેંકોની યોજનાઓમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો, 31 માર્ચ સુધી તમારી પાસે તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી લઈને ઈન્ડિયન બેંક સુધી તેમના ગ્રાહકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ મર્યાદિત સમય માટે લોન્ચ કરી હતી. આ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.
મર્યાદિત સમય માટે FD - સ્ટેટ બેંકની અમૃત કળશ ફિક્સ ડિપોઝીટ સ્કીમ, ઈન્ડિયન બેંકની એન્ડ શક્તિ 555 દિવસ ફિક્સ ડિપોઝીટ સ્કીમ અને પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ ફિક્સ ડિપોઝીટ સ્કીમ પીએસબી ફેબ્યુલસ 300 દિવસ, પીએસબી ફેબ્યુલસ પ્લસ 601 દિવસ, પીએસબી ઈ-એડવાન્ટેઝ FD, પીએસબી ઉત્કર્ષ 222 દિવસની સ્પેશિયલ યોજનામાં તમે 31 માર્ચ 2023 પહેલા રોકાણ કરી શકો છો.
અમૃત કળશ જમા યોજના - અમૃત કળશ જમા યોજના FD યોજના હેઠળ રોકાણ કરનારા લોકોને બેંક 7.10 ટકાના હિસાબથી વ્યાજ આપશે. આ ઉપરાંત સીનિયર સિટીઝનને બેંક 7.60 ટકાના દરે વ્યાજ આપશે. આ યોજના 400 દિવસમાં મેચ્યોર થઈ જશે. એટલે કે તમારે આ યોજના હેઠળ 400 દિવસ માટે રોકાણ કરવાનું રહેશે. સામાન્ય રોકાણકાર આ યોજના હેઠળ જો 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને વાર્ષિક 8,017 રૂપિયાની કમાણી વ્યાજના રૂપમાં થશે.
પંજાબ એન્ડ સિંધ બેંકની FD સ્કીમ - પંજાબ એન્ડ સિંધ બેંકની 300 દિવસની એફડી પર સુપર સીનિયર સિટીઝનને 8.35 ટકાના દરે વ્યાજ મળે છે. જ્યારે સીનિટર સિટીઝનને 8 ટકાના દરે વ્યાજ મળશે. પંજાબ એન્ડ સિંધ બેંક ફેબુલસ પ્લસ 601 દિવસોની એફડી પર સુપર સીનિયર સિટીઝનને 7.85 ટકાના દરે વ્યાજ આપશે. સીનિયર સિટીઝનને આ એફડી પર 7.75 ટકા અને સામાન્ય લોકોને 7 ટકાના દરે વ્યાજ મળશે.
વય વંદના યોજના - વય વંદના યોજના રિટાયરમેન્ટ પછી નાણાકીય યોજનાઓની જરૂરિયાતોને પૂરી કરે છે. 60 વર્ષથી વધારેની ઉંમર ધરાવતો વ્યક્તિ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. વય વંદના યોજના એક વીમા પોલિસીની સાથે પેન્શન સ્કીમ છે. જે દેશના વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરે છે. આ પેન્શન યોજના એલઆઈસી દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં રોકાણ કરવા માંગે છે, તો તેના માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.