ભારતના નિર્ણયથી પાકિસ્તાનની આ 10 પ્રોડક્ટ્સને જોરદાર ફટકો પડશે
ભારતે પાકિસ્તાનથી ઇમ્પોર્ટ થતા સામાનો પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કર્યો છે. આ એક્સશન બાદ ફળ, ચામડું અને સીમેન્ટ સહિતની 10 પ્રોડક્ટ્સ પર અસર પડશે.
પુલવમાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લીધ છે. પાકિસ્તાનથી ઇમ્પોર્ટ થતી પ્રોડક્ટસ પર ભારતે સામાન્ય કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કરતા તાજા ફળો, ચામડુ, સિમેન્ટ સહિતના 10 મુખ્ય ઉત્પાદનો પર જોરદાર ફટકો પડશે.
2/ 4
પાકિસ્તાન ભારતને મુખ્યત્વે 10 ઉત્પાદન વેચે છે, પાકિસ્તાનથી થતી આયાતનો 95 ટકા હિસ્સો તાજા ફળો, સિમેન્ટ, ચામડુ, ખનિજ મુખ્ય ઉત્પાદન છે. તેના ઉપરાંત બીનકાર્બોનિક રસાયણ, કાચું કપાસ, સૂતરનું કાપડ, કાચ અને કાચનો સામાન છે.
3/ 4
જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર વિશ્વજીત ધરે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેના વેપારમાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરી ભારત તેને આર્થિક મોરચે ફટકો આપવા માંગે છે.
4/ 4
આ નિર્ણયથી પાકિસ્તાનને જોરદાર ઝટકો લાગશે. પાકિસ્તાનની મુખ્ય બે આયાત ફળ અને સિમેન્ટ છે, જેના પર અનુક્રમે 30થી35 ટકા અને 7.5 ટકા કર લાગતો હતો. હવે નવા તમામ ઑર્ડર પર 200 ટકા આયાત પાકિસ્તાની પ્રૉડક્ટ્સ પર ચુકવવાની રહેશે.