પૈસા આપી ગ્રીન કાર્ડ લેવાવાળા ભારતીયોની સંખ્યામાં ભારે વધારો થયો છે. અમેરિકામાં EB-5 વીઝા મેળવવાના મામલામાં ભારતીયોએ દક્ષિણ આફ્રિકા અને તાઈવાનને પછાડી ત્રીજા નંબર પર જગ્યા બનાવી લીધી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર, ગત બે વર્ષમાં રોકાણ સાથે જોડાયેલ 'કેશ ફોર ગ્રીન કાર્ડ' એટલે કે, ઈબી-5 વીઝા લેવાવાળા ભારતીયોની સંખ્યામાં ચાર ઘણો વધારો થયો છે.