નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways)એ બુધવારે કહ્યું કે તેઓ પોતાના 13 લાખ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમા યોજના (Health Insurance) પૂરી પાડીને તેમના સારવારની સુવિધા વ્યાપક કરવાનું વિચારી રહી છે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ પહેલા જ પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિજનોને રેલવે કર્મચારી ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવા (સીજીએચએસ)ના માધ્યમથી ચિકિત્સા સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ચિકિત્સા, આકસ્મિક પરિસ્થિતિઓ વગેરે દરમિયાન નાણાકીય જોખમોથી તેમને વીમા કવર ઉપલબ્ધ કરાવવું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ પોતાના તમામ મંડળો અને ઉત્પાદન એકમોના મહાપ્રબંધકોથી પ્રસ્તાવ પર તેમની ભલામણ અને પ્રતિક્રિયાઓ માંગી છે. (પ્રતીકાત્મક તસવીર)
રેલવએ કર્મચારીઓ માટે શરૂ કરી નવી સર્વિસઃ નિવૃત્ત રેલકર્મીઓને ઘરે બેઠા પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવી જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ, એક એપ તૈયાર કરવામાં આવી છે. તેના માધ્યમથી સેવાનિવૃત્ત રેલવે કર્મચારીને ક્યાં ફાઇલ રોકાયેલી છે, ક્યાં સુધી ચૂકવણી થશે, તેની જાણકારી સરળતાથી મળી શકશે. (પ્રતીકાત્મક તસવીર)