દેશભરમાં રેલવે 230 ટ્રેનો દોડાવી રહી છે - રેલવે હાલ દેશભરમાં 230 ટ્રેનોનું સંચાલન કરી રહી છે અને 12 સપ્ટેમ્બરથી વધુ 80 સ્પેશલ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. એવામાં મુસાફરોની સાથે જ રેલકર્મીઓને પણ વારંવાર કોવિડ-19 ને લઈ સાવધાની રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોનાના વિસ્ફોટ બાદ પણ મોટી સંખ્યામાં લોકો બેદરકારી રાખી રહ્યા છે. આવા જ લોકો માટે નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)