

બ્રિટનમાં એક ગુમનામ ભારતીય અબજપતિએ પોતાની દીકરીને સ્કોટલેન્ડની એક યૂનિવર્સિટીમાં ભણવા માટે મોકલી છે. હવે તમે કહેશો કે, આમાં શું નવી વાત છે. નવી વાત એ છે કે, પારકા દેશમાં દીકરીને કોઈ પણ પ્રકારની અછત ન થાય તે માટે પિતાએ જે કર્યું તે સાંભળી દરેક લોકો મોંઢામાં આંગળી નાખી દે.


દીકરીને યૂનિવર્સિટીની હોસ્ટેલમાં ન રહેવું પડે તે માટે પિતાએ કોઈ ફ્લેટ નહી પરંતુ આલીશાન બંગલો ખરીદી આપ્યો. એટલું જ નહી પિતાએ અભ્યાસ દરમ્યાન તેની મદદ માટે 12 કર્મચારીઓને પણ નિયુક્ત કર્યા છે.


'ધ સન' સમાચારપત્રના એક રિપોર્ટ અનુસાર, ભારતીય અબજપતિની દીકરી સ્કોટલેન્ડના પૂર્વી તટ પર સ્થિત યૂનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રયૂના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તેની મદદ માટે એક હાઉસ મેનેજન, ત્રણ સહાયક, એક માળી, એક ઘરેલુ સહાયિકા અને એક રસોઈયો હશે.


થોડા મહિના પહેલા રિક્રૂટમેન્ટ એજન્સી સિલ્વર સ્વાને નોકરીની એક જાહેરાત આપી હતી. જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં કામ કરતી ઘરેલુ સહાયિકા ખુશમિજાજી, ઉર્જાવાન હોવી જોઈએ. એટલું જ નહી તેને 28 લાખ રૂપિયા વાર્,ીક સેલરી આપવામાં આવશે. જાહેરાત અનુસાર, પિતાને દીકરી માટે અનુભવી સ્ટાફની જરીરત છે.