Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત પાંચમું બજેટ છે. આ સાથે જ આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય માણસ માટે શું સસ્તું થશે અને શું મોંઘુ થશે તે આપણે જોઇએ.
સાથે જ કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. જેના કારણે સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાત થતી જ્વેલરી મોંઘી થઈ ગઈ છે.