

સીબીડીટી એટલે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT-Central Board Of Direct Taxes)ના ફોર્મ 26 AS (From 26AS) નવા સંશોધનની સાથે તે સૂચિત કર્યું છે કે આ તમારું વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે. તમે તમારા પેન નંબરની મદદથી ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટથી આને નિકાળી શકો છો. જો તમે તમારા આવક પર ટેક્સ ચુકવ્યો છે કે પછી તમારી આવક પર કોઇ વ્યક્તિ/સંસ્થાએ ટેક્સ કાપ્યો છે તો તેની જાણકારી તમને ફોર્મ 26ASથી મળી જશે. આ નવું ફોર્મ 1 જૂન 2020થી લાગુ થશે.


ફોર્મ 26ASમાં હવે ખાલી સરકારને ચૂકવેલા કરની જાણકારી હોવાની નહીં હોય વધુમાં જો તમે વધુ ટેક્સ ચૂકવ્યો હશે અને તમે તેનો રિફંડ માંગો છો તો આ અંગે તમારે અહીં જાણકારી આપવી પડશે. અને તમને કોઇ નાણાંકીય વર્ષમાં આયકર રિફંડ મળ્યું હશે તો તેની જાણકારી પણ તમારે અહીં આપવી પડશે.


કર્મચારી તરીકે સમય સમય પર ટ્રેસેજ (TRACES)ની વેબસાઇટ પર ફોર્મ 26AS ચેક કરવું જરૂરી છે. જો તમારું TDS તમારા પેનથી જોડાયેલું છે તો તમે આ વેબસાઇટ પર ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ દેખી શકો છો. ટ્રેસેસની વેબસાઇટ પર આ સુવિધા મફતમાં મળે છે.


કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના સંશોધિત ફોર્મ 26ASમાં સૂચિત કર સાથે હવે આ ફોર્મમાં સંપત્તિ અને શેર લેવડ દેવડની સૂચના પણ સામેલ કરવામાં આવી છે. આ સાથે જ ફોર્મ 26AS નવું રૂપ આપવામાં આવ્યું છે. હવે આમાં TDS-TCSની જાણકારી સિવાય કેટલાક નિશ્ચિત વિત્તીય લેવડ દેવડ, કરની ચૂકવણી, કોઇ કર દાતા સાથે નાણાંકીય વર્ષમાં ડિમાંડ-રિફંડ સંબંધિત પૂરી થયેલી પ્રક્રિયાની સૂચના સામેલ કરવામાં આવી છે. આ જાણકારી આયકર રિટર્નમાં હવે તમારે આપવી પડશે. તેની નાણાંકીય બેજટ 2020-21માં આયકર કાનૂનની નવી ધારા 285 બીબીમાં સામેલ કરવામાં આવી હતી. સીબીડીટીએ કહ્યું કે સંશોધિત 26AS ફોર્મ જૂનથી પ્રભાવી થશે.


એક્સપર્ટનું કહેવું છે કે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારે ફોર્મ 26AS, ફોર્મ 16 અને ફોર્મ 16 A ધ્યાનથી ચેક કરવું જરૂરી છે. જો આમાં બધુ વિગતો બરાબર ભરાઇ છે ત્યારે તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો. તમારે ફોર્મ 26ASને ટ્રેસેસની વેબસાઇટથી ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ 26ASને ડાઉનલોડ કરવા માટે તમારે ઇનકમ ટેક્સ ફાઇલિંગની વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. માય એકાઉન્ટ સેક્શનમાં તમે વ્યૂ ફોર્મ 26AS (ટેક્સ ક્રેડિટ) ટેબ પર ક્લિક કરો. તે પછી તમે ટ્રેસેજની વેબસાઇટ પર પહોંચી જશો. અહીં અસેસમેન્ટ યર નાંખ્યા પછી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકશો. તમારા જન્મ દિવસનો ઉપયોગ તમે ફોર્મ 26AS ખોલવા માટે પાસવર્ડની જેમ ઉપયોગમાં લેવાનો રહેશે.


તમને જણાવી દઇએ કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં મોટી રાહત આપીને 2019-20ના ઇનકમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ 31 જુલાઇ 2020થી વધારીને 30 નવેમ્બર 2020 કરી છે. હાલ Assessment Year 2020-21 માટે 31 જુલાઇ 2020 રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે.