PAN કાર્ડ અને Aadhaarને લિંક કરવાની અંતિમ તારીખને લંબાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હવે આધારને પાનકાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરવામાં આવી છે. આ પહેલા 30 સપ્ટેમ્બર 2019 હતી. તમને જણાવી દઈએ કે, બજેટ રજૂ કરતા સમયે પાન-આધારકાર્ડના નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સીબીડીટીએ પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019 જાહેર કરી હતી.
શું થશે PANને આધાર સાથે લિંક ન કર્યું તો - ટેક્સ એક્સપર્ટ ગૌરી ચડ્ડા જણાવે છે કે, હજુ સુધી તેના પર કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવે કે લિંક ન કરવા પર શું થશે. સરકારે આ મામલામાં જણાવવું જોઈએ કે, બેકાર થઈ ગયેલા પાન કાર્ડ શું ફરી એક્ટિવ થશે કે નહીં. જોકે, સરકારના નિયમ અનુસાર, પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. જો તમે લિંક નહી કરાવો તો, પાનકાર્ડ બેકાર થઈ જશે.
કેવી રીતે કરાય PANને આધારકાર્ડ સાથે લિંક - તમારે www.incometaxindiaefiling.gov.in સાઈટ પર વિઝિટ કરવું પડશે. અહીં તમને Link Aadhaarનું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. એક નવી વિંડો ખુલશે. આ વિન્ડોમાં તમારો આધારકાર્ડ નંબર, પાન નંબર, કેપ્ચા કોડ ભરો. ત્યારબાદ Link Aadhar પર ક્લિક કરી દો. ક્લિક કરતા જ તમારૂ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.