Home » photogallery » બિઝનેસ » 1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

બજેટ 2021માં નાણા મંત્રીએ મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ માટે અનેક પ્રકારના એલાન કર્યા છે જે પહેલી એપ્રિલથી લાગુ થશે

विज्ञापन

  • 16

    1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

    નવી દિલ્હી. પહેલી એપ્રિલથી આપના નાણા (Money) અને ટેક્સ (Tax) સાથે જોડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે તો આપ તેને આજે જ જાણી લો. બજેટ (Union Budget 2021)માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ માટે અનેક પ્રકારના એલાન કર્યા છે. આ નિયમ 1 એપ્રિલ, 2021થી લાગુ થઈ જશે. જોકે જે લોકોની ઉંમર 75 વર્ષથી વધુ છે તેમને આ વખતે બજેટમાં રાહત આપવામાં આવી છે એટલે કે એ લોકોએ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરવું પડે. આવો આપને આ ફેરફારો વિશે જણાવીએ...

    MORE
    GALLERIES

  • 26

    1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

    1. EPF પર ટેક્સ- ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ, 1 એપ્રિલથી 2.5 લાખથી વધુ પીએફ કોન્ટ્રીબ્યૂશન કરનાર પર જે વ્યાજ મળે છે તેની પર આપને ટેક્સ આપવો પડશે. નાણા મંત્રીએ વધુ પગારવાળા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જોકે તેની અસર બે લાખ રૂપિયા મંથલી સેલરીવાળા લોકો ઉપર જ પડશે.

    MORE
    GALLERIES

  • 36

    1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

    2. બમણું TDS આપવું પડશે- કેન્ર્્ સરકાર આઇટીઆર ફાઇલિંગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે નવા નિયમ બનાવ્યા છે કે જે પણ લોકો આઇટીઆર ફાઇલ નહીં કરે તેમને ડબલ ટીડીએસ આપવો પડશે. સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને જોડી દીધું છે. આ સેક્શન મુજબ, હવે આઇટીઆર ફાઇલ નહીં કરવા પર પહેલી એપ્રિલથી બમણું ટીડીએસ આપવું પડશે.

    MORE
    GALLERIES

  • 46

    1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

    3. LTC સ્કીમનો મળશે ફાયદો - નોંધનીય છે કે, સરકાર LTC સ્કીમનો વિસ્તાર કરી રહી છે. નવા નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાગુ થઈ જશે. નોંધનીય છે કે આ સ્કીમનો ફાયદો એ કર્મચારીઓને મળશે જેઓએ કોરોના મહામારીને કારણે પ્રતિબંધોને કારણે LTC ટેક્સ બેનિફિટનો ફાયદો નહોતો ઉઠાવ્યો.

    MORE
    GALLERIES

  • 56

    1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

    4. મળશે પ્રી-ફીલ્ડ ITR ફોર્મ- કર્મચારીઓનું ધ્યાન રાખતા સરકારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસને સરળ બનાવી દીધી છે. પહેલી એપ્રિલથી વ્યક્તિગત ટેક્સપેયર્સને પ્રી-ફીલ્ડ ITR ફોર્મ પૂરું પાડવામાં આવશે. તેનાથી ITR ફાઇલ કરવું સરળ જઈ જશે.

    MORE
    GALLERIES

  • 66

    1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

    5. 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત- બજેટમાં નાણા મંત્રીએ એલાન કર્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત આપવામાં આવી છે. એટલે કે પહેલી એપ્રિલથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ફાઇલ કરવું નહીં પડે. નોંધનીય છે કે આ છૂટ એ સીનિયર સિટિઝન્સને આપવામાં આવી છે જે પેન્શન કે પછી ફિક્ડ્ન ડિપોઝિટ પર મળનારા વ્યાજ પર આશ્રિત છે.

    MORE
    GALLERIES