મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)નો ઉપયોગ કરી બચત દ્વારા મોટું ભંડોળ બનાવી શકાય છે. તેમાં જોખમ પણ ઓછું છે. સામાન્ય રીતે લોકોને ઘર ખરીદવું, લગ્ન, બાળકોનું ઉચ્ચ શિક્ષણ વગેરે પાછળ ખૂબ પૈસાની જરૂર પડે છે. સામાન્ય વ્યક્તિ માટે આટલા બધા પૈસાની એક સાથે વ્યવસ્થા કરવી સરળ નથી. આવી સ્થિતિમાં તમે દર મહિને નાની બચત કરીને મોટું ફંડ બનાવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ SIP (Mutual Fund SIP) આ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.
10,000ની SIP થકી 70 લાખ રૂપિયાનું ફંડ: મોર્નિંગસ્ટાર અને વેલ્યૂ રિસર્ચે ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે. આ ફંડ 31 ડિસેમ્બર, 2004ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું અને આ ફંડને 18 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ ફંડે રોકાણકારોને ઘણું સારું વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ ફંડમાં શરૂઆતથી જ મહિને 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 18 વર્ષમાં તેની પાસે લગભગ 70 લાખ રૂપિયાનું ફંડ હશે.
31 ટકા વાર્ષિક વળતર: ગત વર્ષે ટાટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે વાર્ષિક ધોરણે 20.72 ટકા રિટર્ન આપ્યું હતું. જો તમે છેલ્લા ત્રણ વર્ષથી આ ફંડમાં રોકાણ કરી રહ્યા હોવ તો અત્યાર સુધીમાં તમારું 3.60 લાખ રૂપિયાનું રોકાણ 5.64 લાખ રૂપિયા થઈ ગયું હોત. આંકડા મુજબ ત્રણ વર્ષમાં ફંડે વાર્ષિક 31.50 ટકા રિટર્ન આપ્યું છે.
12 લાખના 27 લાખ થયા: ધારો કે તમે છેલ્લા 5 વર્ષથી આ ફંડમાં મહિને 10 હજાર રૂપિયાની SIP કરી રહ્યા છો. આવી સ્થિતિમાં તમારું 6 લાખ રૂપિયાનું રોકાણ 10.15 લાખ રૂપિયા થઈ ગયું હશે. આ ફંડે છેલ્લા સાત વર્ષમાં 17.10 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. મહિને રૂ.10,000ની SIPથી આ સમયગાળા દરમિયાન તમારું રૂ. 8.40 લાખનું રોકાણ રૂ.15.44 લાખ થયું હશે. છેલ્લા 10 વર્ષના રિટર્નની વાત કરીએ તો મહિનાના 10 હજાર રૂપિયાની SIP થી 12 લાખ રૂપિયાનું તમારું રોકાણ હવે 27.18 લાખ રૂપિયા થઈ જશે. આ સમયગાળા દરમિયાન ફંડે વાર્ષિક 15.61 ટકા રિટર્ન આપ્યું છે.
રૂ. 10,000ની SIPથી રૂપિયા 70 લાખનું ફંડ બની શકે: આ ફંડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તમે તેમાં રૂ. 10,000ની SIP લેખે અત્યાર સુધી રોકાણ કર્યું હોય તો 18 વર્ષમાં તમારું 21.40 લાખ રૂપિયાનું રોકાણ 69.57 લાખ રૂપિયા થઈ ગયું હોત. આ સમયગાળા દરમિયાન આ ફંડે 11.99 ટકાનું વળતર આપ્યું છે. 31 ડિસેમ્બર, 2022ના રોજ ફંડની એયુએમ 983.23 કરોડ રૂપિયા હતી. જ્યારે ફંડની માસિક સરેરાશ એયુએમ 972.150 કરોડ રૂપિયા હતી.