

અમદાવાદઃ દુનિયાભરમાં કોરોના વારયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રોકાણકારો સતર્ક થઈ ગયા છે. આવી સ્થિતિમાં સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં પૈસા લગાવી રહ્યા છે. કોવિડ-19ના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પાટા પર પાછી ફરવા અંગે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. એટલા માટે સોના-ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે. ડોલરમાં આવતી નરમાઈના પગલે સોનામાં તેજી આવી રહી છે. જોકે, ભારતીય બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 13 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 66,000 અને ચાંદી રૂપું 65,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો નોંધાતા એક કિલો ચાંદી ચોરસા 66,500 અને ચાંદી રૂપું 66,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 13 January 2021 - અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,400 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,200 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતો. જો કે, મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price, 12 January 2021) 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં સોના-ચાંદીના ભાવઃ રાજધાની દિલ્હીમાં આજે બુધવારે સોનાના ભાવમાં 108 રૂપિયા પ્રતિ 10 ગ્રાામનો ઘટાડો થતાં 99.9 સોનાનો નવો ભાવ 48,877 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જોકે, આગલા સત્રમાં સોનાનો ભાવ 48,985 રૂપિયાએ પહોંચ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીનો ભાવ 144 રૂપિયા વધતાં ચાંદી 65,351 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આંતર રાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવઃ વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાનો નવો ભાવ 1857 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો નવો ભાવ 25.48 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


કેમ આવ્યો સોનામાં ઘટાડો? HDFC સિક્યુરિટીઝના સિનિયર એનાલિસ્ટ કોમોડિટીના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં કોરોના વારયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રોકાણકારો સતર્ક થઈ ગયા છે. આવી સ્થિતિમાં સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં પૈસા લગાવી રહ્યા છે. કોવિડ-19ના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પાટા પર પાછી ફરવા અંગે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. એટલા માટે સોના-ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે. ડોલરમાં આવતી નરમાઈના પગલે સોનામાં તેજી આવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)