દેશની ટૉપ 10 સૌથી અમીર હસ્તીઓ, જાણો કોણ શિખર પર બિરાજ્યું
આઈઆઈએફએલ વૅલ્થ હુરુના ઈન્ડિયાએ ભારતની સૌથી અમીર હસ્તીઓની યાદી જાહેર કરી છે. જાણો કોણ બન્યા દેશના સૌથી અમીર વ્યક્તિ અને ટૉપ 10 યાદીમાં કોને-કોને મળ્યું સ્થાન.
આઈઆઈએફએલ વૅલ્થ હુરુન ઈન્ડિયાએ ભારતની સૌથી અમીર હસ્તીઓની યાદી જાહેર કરી છે. જાણો કોણ બન્યા દેશના સૌથી અમીર વ્યક્તિ અને ટૉપ 10 યાદીમાં કોને-કોને મળ્યું સ્થાન.
2/ 11
ટૉપ 10ની યાદીમાં દસમા નંબરે સન ફાર્માના સંસ્થાપક અને એમડી દિલીપ સંઘવીનું નામ છે. તેમની કુલ સંપત્તિ 71,500 કરોડ રૂપિયા છે.
3/ 11
આ યાદીમાં આઠમા રૅન્ક પર બે નામ છે. આ બંને નામ એક જ પરિવારના સભ્ય છે. તેમાં પહેલું નામ પલોનજી ગ્રુપના શપૂરજી પલોનજી મિસ્ત્રીનું છે. તેમની કુલ સંપત્તિ 76,800 કરોડ રૂપિયા છે.
4/ 11
શપૂરજીની સાથે આઠમા સ્થાને પલોનજી ગ્રુપના જ સાઇરસ મિસ્ત્રીનું નામ છે. ટાટા ગ્રુપનું સુકાન સંભાળી ચૂકેલા સાઇરસની કુલ સંપત્તિ 76,800 કરોડ રૂપિયા છે.
5/ 11
સાતમા સ્થાને પૂનાવાલા ગ્રુપના ચૅરમેન સાઇરસ પૂનાવાલાનું નામ છે. તેમની કુલ સંપત્તિ 88,800 કરોડ રૂપિયાથી વધુ છે.
6/ 11
સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને કોટક મહિન્દ્રા બેંકના સંસ્થાપક અને ચૅરમેન ઉદય કોટકનું નામ છે. તેમની કુલ સંપત્તિ 94,100 કરોડ રૂપિયા છે.
7/ 11
આ યાદીમાં પાંચમા સ્થાને ગૌતમ અદાણી અને પરિવારનું નામ છે. અદાણી ગ્રુપના ચૅરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 94,500 કરોડ રૂપિયા છે.
8/ 11
ચોથા સ્થાને આર્સેલર મિત્તલના ચૅરમેન અને સીઈઓ લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવારનું નામ છે. તેમની કુલ સંપત્તિ 1.07 લાખ કરોડ રૂપિયા છે.
9/ 11
ત્રીજા સ્થાને વિપ્રો ગ્રુપના ચૅરમેન અઝીમ પ્રેમજીનું નામ આવે છે. તેમની કુલ સંપત્તિ 1.17 લા કરોડ રૂપિયા છે.
10/ 11
સૌથી અમીર લોકોની યાદીમાં બીજા સ્થાને હિંદુજા ગ્રુપન ચૅરેમન એસ.પી. હિંદુજા અને તેમના પરિવારનું નામ છે. તેમની કુલ સંપત્તિ 1.86 લાખ કરોડ રૂપિયા છે.
11/ 11
આ દેશના સૌથી અમીર વ્યક્તિનું નામ મુકેશ અંબાણી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરેમન અને મૅનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 3.8 લાખ કરોડ રૂપિયા છે.