હોમ લોન દ્વારા ફંડની વ્યવસ્થા તેટલી જ કરવી જોઈએ જેટલી સરળતાથી તમે તેને EMI દ્વારા ચૂકવી શકો. આજે અમે તમને એવી 5 બેંકો વિશે જણાવી રહ્યા છીએ, જે 20 વર્ષની મુદ્દતમાં સસ્તા વ્યાજ દર પર 50 લાખ રૂપિયા સુધીની હોમ લોન આપી રહી છે. આ જણાવવામાં આવેલા આંકડા BankBazaar.com પરથી લેવામાં આવ્યા છે. કોઈ પણ બેંક પાસેથી હોમ લોન લેતા પહેલા બેંકમાં તપાસ કરવી ફાયદાકારક છે.
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India) : યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા પણ સસ્તા દરે હોમ લોન આપતી બેંકોની યાદીમાં સામેલ છે. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી જો તમે 20 વર્ષની મુદ્દતવાળી 50 લાખ રૂપિયાની હોમ લોન લો છો, તો તમાપે 8.25 ટકાના વાર્ષિક દરે વ્યાજની ચૂકવણી કરવી પડશે. તેના પર ઈએમઆઈ 42,603 રૂપિયા ઈએમઆઈની ચૂકવણી કરવી પડશે.