Home » photogallery » બિઝનેસ » ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

કલમ 80C હેઠળ કપાતનો ઉપયોગ કરવા ઉપરાંત અન્ય પણ કેટલાક રસ્તા છે જે તમારા કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આગામી થોડા દિવસોમાં તેનો ઉપયોગ તમે કરી શકો છો. આજે અમે આપને આવી જ કેટલીક રીતો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

  • 17

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ સમાપ્ત થવાને આરે છે. ત્યારે હવે મોટાભાગના લોકો દ્વારા એ વાતની ખાતરી કરવામાં આવી રહી છે કે તેમને મળતા કરલાભઓનો તે મહત્તમ લાભ ઉઠાવી શકે. કલમ 80C હેઠળ કપાતનો ઉપયોગ કરવા ઉપરાંત અન્ય પણ કેટલાક રસ્તા છે જે તમારા કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આગામી થોડા દિવસોમાં તેનો ઉપયોગ તમે કરી શકો છો. આજે અમે આપને આવી જ કેટલીક રીતો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

    MORE
    GALLERIES

  • 27

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    નેશનલ પેન્શન સિસ્ટમ અકાઉન્ટ ખોલો - મોટાભાગના કરદાતાઓએ કલમ 80C હેઠળ રૂ. 1. 5 લાખની કર બચત મર્યાદા પહેલેથી જ સમાપ્ત કરી દીધી હોય છે. પણ તેમાના મોટાભાગના લોકોએ સેકન્ડ 80CCD(1b) હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) યોગદાન માટે વધારાની રૂ. 50,000 કપાતનો પણ લાભ લીધો હોતો નથી. આ વર્ષે વધુ ટેક્સ બચાવવા માટે તમારે વહેલી તકે NPS એકાઉન્ટ ખોલાવી લેવું જોઈએ. આનાથી તમે ટેક્સમાં રૂ. 15,600 સુધીની બચત કરી શકો છો. જો તમારું PAN તમારા આધાર સાથે લિંક છે, તો NPS એકાઉન્ટ ઓનલાઈન ખોલવામાં માત્ર 10-15 મિનિટનો સમય લાગે છે. enps.nsdl.com પર NPS વેબસાઇટ પર લોગ ઇન કરો. અને એકાઉન્ટ ખોલવા માટે સૂચનાઓને અનુસરો.

    MORE
    GALLERIES

  • 37

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    કેપિટલ ગેઈન અને લોસ - છેલ્લા બે વર્ષથી શેરબજારો ખૂબ જ અસ્થિર જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન તમે શેર માર્કેટમાં નફો કર્યો હોય કે નુકસાન કર્યું હોય, તે તમારે 31 માર્ચ પહેલા બુક કરવી લેવું જોઈએ. રૂ. 1 લાખ સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઈન કરમુક્ત છે. તેથી રૂ. 1 લાખ સુધીના કરમુક્ત લાભો બુક કરવા માટે તમારે કેટલાક વિનિંગ સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ્સ વેચવા જોઈએ. જણાવી દઈએ કે એક વાર વેચ્યા બાદ તમે બીજા જ દિવસે તેમને પાછા ખરીદી શકો છો.

    MORE
    GALLERIES

  • 47

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    જો તમે શેરબજારમાં અનલકી રહ્યાં છો, તો તમારી ખોટ પણ બુક કરાવો. આ નુકસાનને અન્ય રોકાણોના લાભ સામે એડજસ્ટ કરી શકાય છે. લોંગ ટર્મ કેપિટલ લોસ માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઈન સામે સરભર કરવામાં આવે છે. જો કે, શોર્ટ ટર્મ કેપિટલ લોસને શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ કેપિટલ ગેઈન સામે સરભર કરી શકાય છે. અનએડજસ્ટેડ લોસને આઠ નાણાંકીય વર્ષ સુધી આગળ વધારી શકાય છે.

    MORE
    GALLERIES

  • 57

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    ટેક્સ લાભ માટે લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદો - લાઈફ ઈન્શ્યોરન્સમાંથી મળતુ ટેક્સ ફ્રી રિટર્ન રોકાણકારોમાં લોકપ્રિય થવાનું મુખ્ય કારણ છે. પરંતુ આ વર્ષના કેન્દ્રીય બજેટમાં જો એકંદર વાર્ષિક પ્રીમિયમ રૂ. 5 લાખથી વધુ હોય તો લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની પાકતી મુદતની આવક પર ટેક્સ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જો આ દરખાસ્ત પસાર થાય છે, તો 1 એપ્રિલ, 2023ના રોજ અને તે પછી ખરીદેલી પોલિસીઓ કરપાત્ર બની જશે. જો તમે જીવન વીમા પૉલિસીમાં રોકાણ કરવા માંગો છો, તો લાભ મેળવવા માટે 31 માર્ચ પહેલાં પૉલિસી ખરીદો.

    MORE
    GALLERIES

  • 67

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    ડબલ ઇન્ડક્સશન લાભ માટે ડેટ ફંડમાં રોકાણ કરો - સેન્ટ્રલ બેંક દ્વારા દરમાં સતત વધારો કર્યા પછી હવે વ્યાજના દરો સતત વધી રહ્યાં છે અને બદલાઈ રહ્યાં છે. જો દરો નીચે જાય છે અથવા તો સ્થિર રહે છે, તો ડેટ ફંડ્સ સારું વળતર આપશે. પરંતુ ડેટ ફંડ્સ અને અન્ય નોન-ઇક્વિટી સ્કીમ્સ 31 માર્ચ અથવા તે પહેલાં ખરીદવી જરૂરી છે. જણાવી દઈએ કે જો આ રોકાણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે રાખવામાં આવે તો ઇન્ડેક્સેશન લાભ ઉપલબ્ધ છે. પણ જો હોલ્ડિંગનો સમયગાળો ચોથા નાણાંકીય વર્ષ સુધી લંબાય છે, તો તમને વધારાના એક વર્ષનો લાભ મળે છે. તેથી જ હવે તમારા ડેટ ફંડને તમારે વેચવાને બદલે તેને હોલ્ડ કરીને રાખવું જોઈએ. એક વર્ષથી વધુ સમયનો ઇન્ડક્સશન લાભ મેળવવા માટે નવા નાણાંકીય વર્ષ માટે 1 એપ્રિલ સુધી રાહ જુઓ.

    MORE
    GALLERIES

  • 77

    ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

    આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરાવો - તમારા PAN ને 31 માર્ચ સુધીમાં તમારા આધાર સાથે લિંક કરવાનું રહેશે. તેની અંતિમ તારીખ પણ નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 માર્ચ છે. જો તમે પહેલાથી આવું કર્યું નથી, તો તરત જ તમારે આવું કરી લેવું જોઈએ. પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરવાથી તમારા નાણાંકીય વ્યવહારો પર ગંભીર અસરો થઈ શકે છે. જો તમે આવું નહી કરો તો 1 એપ્રિલથી તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને કોઈપણ વ્યવહાર માટે સબમિટ અથવા ક્વોટ કરી શકાશે નહીં. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને વેરિફિકેશન પણ સરળ બની શકશે.

    MORE
    GALLERIES