ભારતમાં રિયલ એસ્ટેટમા રોકાણ સૌથી સુરક્ષિત અને ફાયદાકારક વિકલ્પ માનવામાં આવે છે. ગત કેટલાક વર્ષોમાં રોકાણ ઝડપથી વધ્યુ છે. રેસિડેન્શિયલની સાથે-સાથે હવે લોકો કોમર્શિયલ મિલકતમાં પણ રોકાણ કરવા લાગ્યા છે. જો કે, આ રીતે એસેટ ક્લાસમાં રોકાણ કરતા પહેલા સારા વળતર માટે કેટલાક મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેથી તમાને રોકાણમાંથી સારું વળતર મળી શકે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ રોકાણ કરતા સમયે કેટલીક મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આમાં મિલકતનું લોકેશન, વિકાસ અને પુનઃવેચાણ સામેલ ચે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં સુધારા અને નવા કાયદા આવ્યા પછી છેતરપિંની કિસ્સાઓમાં પણ ઘટાડો થયો છે. એટલા માટે આ ક્ષેત્રમાં રોકાણ ઝડપથી વધ્યુ છે. તમે ઈચ્છો તો રોકાણના ઉદ્દેશ્યથી મિલકત ખરીદી શકો છો તે તમારા પર્સનલ ઉપયોગ માટે પણ ખરીદવા માંગો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
સ્થાનનુ મહત્વ- જ્યારે પણ તમે રેસિડેન્શિયલ કે કોમર્શિયલ મિલકતમાં રોકાણ કરો છો, તો સ્થાન બહુ જ મહત્વ ધરાવે છે. કારણ કે, તમારા ઘર કે વિસ્તારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા, સિક્યોરિટી, ઓફિસ, સ્કૂલ અને હોસ્પિટલથી તમારા ઘરનું અંતર, શોપિંગ મોલ અને બજાર જેવી અન્ય સુવિધાઓ કેટલા અંતરે છે. આ વાતો પર વિચાર કરવો જોઈએ. વાસ્તવમાં દરેક શહેરમાં મોટાભાગની મિલકત અને વિકાસ કાર્ય શહેરોથી ઘણા દૂર થઈ રહ્યા છે. જો કે શહેરની વચ્ચે મળવાવાળી પ્રોડક્ટના ભાવ પણ વધારે હોય છે.
જ્યારે, શહેરોની બહાર આજ ફ્લેટ કે ઘર સસ્તા ભાવમાં મળી જાય છે. પરંતુ સસ્તુ ઘર ખરીદવા પહેલા મિલકતનું સ્થાન અને ઉપલબ્ધ સુવિધાઓ પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે આ સુવિધાઓ તમારી રોજબરોજની જિંદગી માટે બહુ જ મહત્વ ધરાવે છે. જો તમે કોઈ એવા સ્થળ પર ધર ખરીદો છો, જ્યાં આ સુવિધાઓનો અભાવ છે, તો તમારા મુસાફરી ખર્ચમાં વધારો થઈ શકે છે.
મિલકત બાંધકામનો તબક્કો - જ્યારે તમે કોઈ પણ મિલકત ખરીદો છો, તો સૌથી પહેલા બિલ્ડર વિશે જાણી લો અને મિલકતના બાંધાકામ તબક્કા વિશે તપાસ કરી લો, વાસ્તવમાં નિર્માણાધીન મકાનો કે ફ્લેટ્સની કિંમત ઓછી હોય છે, કારણ કે તેનું નિર્માણ પ્રારંભિક તબક્કામાં થાય છે. એટલા માટે રોકાણકારો કે ગ્રાહક આ પ્રોજક્ટમાં રસ દાખવે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં બિલ્ડરની બેદરકારી કે અન્ય કારણોને કારણે નિર્માણમાં મોડું થાય છે અને ગ્રાહકોને નક્કી સમયમર્યાદામાં ઘરનું પઝેશન મળતું નથી. જો કે, રેરા જેવા કાયદા આવવા પછી આ કિસ્સોઓ ધટ્યા છે. પરંતુ, જો તમે અન્ડર કન્સટ્ર્ક્શન મિલકત ખરીદી રહ્યા છો, તો નિર્માણની વર્તમાન સ્થિતિ અને તેનાથી જોડાયેલી અન્ય બાબતો વિશે સારી રીતે જાણી લેવું જરૂરી છે.
દસ્તાવેજો અને ફીની તપાસ પણ જરૂરી કાગળો વિશે- કોઈ પણ મિલકતમાં પોતાનો હક મેળવવા માટે રજિસ્ટ્રી સહિત અન્ય દસ્તાવેજો મહત્વના હોય છે, એટલા માટે જરૂરી છે કે, આ વાતોનું ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત મિલકત ખરીદતા પહેલા બિલ્ડર્સ પાસેથી ફ્લેટની કિંમત ઉપરાંત અન્ય ફી અને જરૂરી કાગળો વિશે સારી રીતે જાણી લો. આમાં માલિકી ટ્રાન્સફર દસ્તાવેજો સામેલ છે. ખરીદી પહેલા, સ્થાનિક કે વૈધાનિક ફી, અવરોધ સમારકામ ફી અને વીમા પ્રીમિયમ જેવા કોઈ પણ અસ્પષ્ટ ફી રક વિચાર કરો અને વાતચીત કરો.
મિલકતનું પુનઃવેચાણ મૂલ્ય - કોઈ પણ મિલકતમાં રોકાણ કરતા પહેલા તેની પુનઃવેચાણ કિંમત એટલે કે ભવિષ્યમાં મિલકતને વેચવા પર શું કિંમત મળશે, તેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે, સમયની સાથે મિલકતની કિંમતોમાં પણ વધારો થવો જોઈએ, જેતી તમને તમારા રોકાણ પર સારું વળતર મળી શકે. જો કે, મોટભાગના ઘર ખરીદદાર મિલકત લેતા પહેલા આ વાત પર ધ્યાન આપતા નથી. તેઓ ઘર કે બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે. ખોટી મિલકત કે અયોગ્ય લોકેશન પર ઘર ખરીદવામાં આવે તો, ભવિષ્યમાં તેની પુનઃવેચાણ કિંમત ઓછી થઈ જાય છે.