નવી દિલ્હીઃ તમને પણ ખબર જ હશે કે, ધીરજનું ફળ સૌથી મીઠું હોય છે. અમે તમને એવા વૃક્ષ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને તૈયાર થવામાં 8-10 વર્ષોનો સમય લાગે છે, પણ એકવાર પૂરી રીતે તૈયાર થઈ ગયા બાદ, તમે આમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. આજે અમે તમને એવા જ 5 વૃક્ષો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે તમને મોટો નફો કરાવી શકે છે.
મહોગની વૃક્ષ- આ લાકડાને વોટર રેજિસ્ટેન્સ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે, મહોગનીની લાકડી પર પાણીનો કોઈ જ પ્રભાવ પડતો નથી. તેની આ ગુણવત્તાના કારણે જ તે બજારમાં બહુ જ મોંઘુ છે. કારણ કે તેમાંથી બનાવવામાં આવતા ફર્નિચરની કિંમત પણ બહુ જ વધારે હોય છે. મહોગનીના 1 લાકડાની કિંમત વર્તમાનમાં 2000થી 2500 રૂપિયા પ્રતિ કિલો છે.
પોટ વૃક્ષ- આ વૃક્ષને 1 એકર ખેતરમાં લગાવીને સરળતાથી 1 કરોડ રૂપિયાની કમાણી કરી શકાય છે. આ એક ઔષધિય વૃક્ષ હોવાની સાથે તેની લાકડીઓ પણ ઈમારતી હોય છે. આ વૃક્ષને ઓછા વરસાદવાળા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. આ વૃક્ષ તેમની આસપાસ જમીનમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસની માત્રા વધારે છે, જેનાથી પાકની ઉપજ સારી થાય છે.