Home » photogallery » બિઝનેસ » ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

ઘણીવાર ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડવા પર બધા જ રસ્તા બંધ જોવા મળે છે. અને રૂપિયાની વ્યવસ્થા થઈ શકતી નથી. એવામાં તમારા માટે બેંકમાંથી પર્સનલ લોન જ એકમાત્ર વિકલ્પ છે, પરંતુ બેંકમાંથી લોન લેવી સરળ નથી. આવી સ્થિતિ સામે પહોંચી વળવા અમે તમને એક એવી રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી પર્સનલ લોન લઈ શકો છો.

  • 15

    ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

    નવી દિલ્હીઃ ઘણીવાર ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડવા પર બધા જ રસ્તા બંધ જોવા મળે છે. અને રૂપિયાની વ્યવસ્થા થઈ શકતી નથી. એવામાં તમારા માટે બેંકમાંથી પર્સનલ લોન જ એકમાત્ર વિકલ્પ છે, પરંતુ બેંકમાંથી લોન લેવી સરળ નથી. આવી સ્થિતિ સામે પહોંચી વળવા અમે તમને એક એવી રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી પર્સનલ લોન લઈ શકો છો. જાણકારી અનુસાર, જરૂર પડવા પર તમે તમારી એલઆઈસી ઈન્શ્યોરન્સ પોલિસી પર પણ લોન લઈ શકો છો.

    MORE
    GALLERIES

  • 25

    ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

    જો તમે એલઆઈસીની ઈન્શ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરો છો, તો તમને સરળતાથી પર્સનલ લોન મળી શકે છે. તેનો સૌથી મોટો ફાયદો તે છે, કે તમારે લોન માટે બેંકોના ધક્કા નહિ ખાવા પડે. તમે આ લોન માટે ઘરે બેઠા જ અરજી કરી શકો છો. જ્યારે તેના પર લાગતુ વ્યાજ પણ ઓછું હોય છે. આવો જાણીએ આ પર્સનલ લોન કેવી રીતે મળી શકે છે?

    MORE
    GALLERIES

  • 35

    ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

    કોણ લઈ શકે છે આ લોન? - એલઆઈસીની ઈન્શ્યોરન્સ પોલિસી પર પર્સનલ લોન લેવા માટે તમે ભારતીય નાગરિક હોવા જરૂરી છે. જ્યારે આ લોન માટે અરજી કરવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમે તમારી જે પોલિસી પર લોન લેવા માંગો છો, તે પોલિસીમાં ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી પ્રીમિયમ ભરેલું હોવુ જોઈએ. જાણકારી અનુસાર, આ લોન માત્ર તે પોલિસી પર જ મળે છે. જેમાં રકમની ચૂકવણી મેચ્યોરિટી કે મોત પછી કરવામાં આવે છે. આ લોન લેવા માટે તમે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 45

    ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

    આ દસ્તાવેજની જરૂર પડશે - એલઆઈસીની ઈન્શ્યોરન્સ પોલિસી પર તમે ઓછામાં ઓછા 6 મહિના માટે લોન લઈ શકો છો. આ માટે તમારી પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઓળખ પત્ર અને બે પાસપોર્ટ સાઈઝ ફોટાની જરૂર પડે છે. જ્યારે સરનામાંના પ્રૂફ તરીકે, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ પણ દસ્તાવેજ આપી શકાય છે. આ ઉપરાંત બેંક વિગતો અને પેમેન્ટ તેમજ સ્લીપ આવક પ્રૂફ માટે જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 55

    ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી તો આ વિકલ્પ આવશે બહુ જ કામમાં, કોઈની સામે હાથ ફેલાવવા નહિ પડે

    અરજી કરવાની રીત - એલઆઈસી પોલિસી પર લોન માટે તમારે સૌથી પહેલા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે. અહીં તમે ઓનલાઈન લોન વિકલ્પ મળશે, તેના પર ક્લિક કર્યા પછી ‘ગ્રાહક પોર્ટલના માધ્યમથી’ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી યૂઝર આઈડી, જન્મ તારીખ અને તમારો પાસવર્ડ નાખીને લોગ ઈન કરો. પછી તે પોલિસીને સિલેક્ટ કરો, જેના પર તમે લોન લેવા માંગો છો, તેની સાથે જ એપ્લીકેશન પ્રક્રિયા પૂરી થઈ જસે. આ લોનનું અપ્રૂવલ મળવામાં 5 દિવસ સુધીનો સમય લાગશે. ત્યારબાદ લોનની રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

    MORE
    GALLERIES