નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણ કરતાં દરેક લોકોને ઈચ્છા હોય છે તેમના પોર્ટફોલિયોમાં એવા શેર્સ હોય જે થોડા દિવસમાં ડબલ ડિજિટમાં રિટર્ન આપે અને તેમને ખૂબ જ તગડી કમાણી થાય. જોકે શેરબજાર હંમેશાથી જોખમભર્યું રહ્યું છે તેવામાં કમાણી કરવી હોય તો તમારી પાસે તેનો પૂરતો અભ્યાસ અને જાણકારી હોવી જોઈએ. કેટલાક લોકો કહે છે કે બજાર અનિશ્ચિતતાઓથી ભરેલું હોય છે પરંતુ મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે બજાર કઈ તરફ જશે તેની આગમચેતી તે પહેલાથી જ આપી દેતું હોય છે બસ જરુર છે તમારે આ સમજવાની. આ માટે તમે નિષ્ણાતોની સલાહને પણ ફોલો કરી શકો છો અને તગડી કમાણી મેળવી શકો છો. પાછલા એક વર્ષમાં દુનિયામાં અનેક આર્થિક ફટકા અને યુદ્ધના કારણે મંદીની આશંકાઓ વચ્ચે બજારમાં ઉતરા ચઢાવ જોવા મળ્યા હતા.
જોકે આ ગ્લોબલ માર્કેટમાં અનેક મોટી ઉથલપાથલ વચ્ચે પણ ભારતીય બજારો પ્રમાણમાં પોતાની સ્થિતિ જાળવી રાખવામાં મજબૂત સાબિત થયા છે. જો અમેરિકાના શેરબજારની વાત કરવામાં આવે તો તેમાં છેલ્લા એક વર્ષમાં 20 ટકા સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે. જ્યારે સમાન સમયગાળામાં ભારતીય શેરબજારમાં ફક્ત 0.5 ટકાનો ઘટાડો આવ્યો છે. જો તમે મુહૂર્ત ટ્રેડિંગમાં આ શેર્સ ચૂકી ગયા છો તો હજુ પણ તેમાં મોકો છે અને નિષ્ણાતોએ સૂચવેલા આ શેર્સ ફાયદો આપી શકે છે.
અંબુજા સીમેન્ટ : જો તમે મુહૂર્ત ટ્રેડિંગમાં આ શેર ચૂકી ગયા છો તો બ્રોકરેજ હાઉસ જે એમ ફાઈનાન્સિયલ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આ શેરમાં રુ.800ના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકો છો. આ શેરમાં રુ. 395નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. અંબુજા સીમેન્ટના શેરે રુ. 445 પછી મેજર બ્રેકાઆઉટ આપ્યું છે અને ત્યારથી આ શેર તેજીમાં જોવા મળી રહ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: બ્રોકરેજ હાઉસ જે. એમ. ફાઈનાન્સિયલે રિલયાન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રુ. 3200ના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. આ સાથે જ આ શેરમાં રુ. 1900નો સ્ટોપલોસ આપ્યો છે. જે સાથે હાલના સ્તરેથી આ શેરમાં 25 ટકાથી વધુની તેજીના સંકેત મળી રહ્યા છે. (ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)