Home » photogallery » બિઝનેસ » મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

આટલું જ નહિ જો તમે ઘરની કોઈ મહિલાની સાથે સંયુક્ત રૂપથી કોઈ પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવો છો, તો પણ તમારે સ્ટેમ્પ ડ્યૂટીમાં એક ટકાનો ફાયદો થશે.

  • 15

    મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

    નવી દિલ્હીઃ પ્રોપર્ટી ખરીદવા માટે આપણા ઘણા રૂપિયા તો લાગે છે, પરંતુ સંપત્તિના રજિસ્ટ્રેશન વખતે પણ ઘણો ખર્ચ આવે છે. પરંતુ, રજિસ્ટ્રેશન પર લાગનારા રૂપિયા તમે બચાવી શકો છો. તેના માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ પ્રોપર્ટીને તમારા ઘરની કોઈ મહિલાના નામથી રજિસ્ટર્ડ કરાવવાની છે. જો તમારી પત્ની, માં કે બહેનના નામથી રજિસ્ટ્રી કરાવશો તો તમારે ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે. આવું એટલા માટે કારણ કે, દેશમાં મોટાભાગ રાજ્યો મહિલાઓને સ્ટેમ્પ ડ્યૂટિમાં છૂટ આપે છે. હરિયાણામાં આ છૂટ 2 ટકા છે. જ્યાં પુરુષોના નામે કોઈ પ્રોપર્ટી રજિસ્ટ્રી કરાવવા પર 7 ટકા સ્ટેમ્પ ડ્યૂટિ લગાવવામાં આવે છે, જ્યારે મહિલાઓ પર માત્ર 5 ટકા ડ્યૂટિ જ આપવી પડે છે.

    MORE
    GALLERIES

  • 25

    મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

    આટલું જ નહિ જો તમે ઘરની કોઈ મહિલાની સાથે સંયુક્ત રૂપથી કોઈ પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવો છો, તો પણ તમારે સ્ટેમ્પ ડ્યૂટીમાં એક ટકાનો ફાયદો થશે. સ્ટેમ્પ ડ્યૂટીના રૂપમાં આપણને ધણા રૂપિયા ચૂકવવા પડે છે. રજિસ્ટ્રી પ્રોપર્ટીની કુલ કિંમત પર આપવાની હોય છે. આજે મોંઘવારી પણ બહુ જ વધી ગઈ છે અને પ્રોપર્ટીના રેટ આસમાને પહોંચી ગયા છે. એવામાં ઘર, ફ્લેટ કે દુકાનની રજિસ્ટ્રીમાં બે ટકાની છૂટ ઘણી વધારે છે.

    MORE
    GALLERIES

  • 35

    મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

    આટલા રૂપિયા બચશે- માની લો કે દિલ્હીમાં તમે 50 લાખ રૂપિયામાં કોઈ પ્રોપર્ટી ખરીદો છો અને તેની રજિસ્ટ્રી કરાવવાની છે. જો તમે તમારા નામે તેની રજિસ્ટ્રી કરાવો છો, તો તમારે 7 ટકા રજિસ્ટ્રેશન ફી આપવી પડશે. જ્યારે કોઈ મહિલાના નામ પર રજિસ્ટ્રી કરાવવા પર 5 ટકા રજિસ્ટ્રી ફી આપવાની હોય છે. આ રીતે તમે તમારી મા કે પત્નીના નામ પર પ્રોપર્ટીની રજિસ્ટ્રી કરાવીને 1 લાખ રૂપિયા સુધી બચાવી શકો છો.

    MORE
    GALLERIES

  • 45

    મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

    જો સંપત્તિનો માલિકી હક પૂરી રીતે કોઈ મહિલાના નામ પર કરીને તેને પ્રોપર્ટીમાં જોઈન્ટ માલિક પણ બનાવશો, તો પણ 1 ટકા તો છૂટ મળશે જ. આ રીતે તમે 50 હજાર રૂપિયા સુધી બચાવી શકો છો. દિલ્હી જ નહિ હવે તો દેશમાં લગભગ બધા જ રાજ્યોમાં મહિલાઓના નામ પર સંપત્તિ રજિસ્ટ્રી કરાવવા પર સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    મકાન કે જમીન ખરીદતી વખતે બચાવી શકો થોકળાબંધ રૂપિયા, કોઈ વ્યક્તિ નહિ જાણતો હોય આ સિક્રેટ

    હોમ લોન લેવામાં સરળતા- મહિલાના નામ કોઈ પ્રોપર્ટી કે તેમની જોઈન્ટ માલિકી હોવા પર તમને ઘણા કિસ્સાઓમાં જલ્દી અને સસ્તી હોમ લોન મળી જાય છે. બેંક મહિલાઓને હોમ લોન લેવા પર ઘણી વખત છૂટની જાહેરાત કરે છે. નોકરી કરનાર મહિલા કે બિઝનેસ વૂમનના હોમ લોનમાં એપ્લિકેન્ટથી તમારી આવકમાં તેમની આવક પણ સામેલ થઈ જશે. આવકમાં વધારો થવાથી તમને મળનારી હોમ લોનની રકમમાં પણ વધારો થઈ જશે. બેંકિંગ કિસ્સાઓના જાણકારોનું કહેવું છે કે, હોમ લોન માટે એવી એપ્લિકેશન જે મહિલાઓ તરફથી આવી હોય કે પછી જેમાં મહિલાઓને કો-એપ્લીકેન્ટ બનાવવામાં આવી હોય. તેમના માટે બેંકોના પ્રયત્ન હોય છે કે, લોન જલ્દી અને સરળતાથી આપી દેવામાં આવે.

    MORE
    GALLERIES