નોકરી-વ્યવસાય કરતા લોકો માટે ક્રેડિટ કાર્ડ ઘણું જ ઉપયોગી છે. કારણ કે ઘણી વધત પૈસા ઓછા પડતા હોય છે. અને જરૂરત વધારે હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ક્રેડિટ કાર્ડ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ત્યારે કેટલાક મામલાઓમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરો તો વધારે સારૂ રહેશે. ત્યારે અમે આપને જણાવીયે કે ક્યાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યા ન કરવો જોઈએ.
શોપિંગ અને આઉટિંગ: કોફી શોપ, રેસ્ટોરન્ટ અથવા બિગ બજાર જેવા સ્ટોર્સ પરથી નાની નાની શોપિંગ કરો છો તો ક્રેડિટ કાર્ડનો ઉપયગો ઓછો કરો. નાની જગ્યાઓ પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમારો ખર્ચ વધારી શકે છે. ઘણી વખત ક્રેડિટ કાર્ડની નક્કી કરેલી લિમિટ કરતા ઓછી વખત સ્વાઈપ કરો તો પ્રોસેસિંગ ફીસ 2 ટકા ભરવી પડે છે. એટલે કે તમારે બિલ પર પણ તમારે ટેક્સ ચુકવવો પડશે અને સ્વાઈપ સમયે પણ એકસ્ટ્રા પૈસા ચૂકવવા પડશે.
ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવા: જો તમારા ક્રેડિટ કાર્ડમાં કેશ નિકાળવાનો ઓપ્શન છે. તો ભુલથી પણ તેનો ઉપયોગ ન કરો. આ સાથે જ ક્રેડિટ કાર્ડના માધ્મયથી ડેબિટ કાર્ડ અકાઉન્ટમાં પૈસા નાખવાનું પણ વિચારતા નહીં. કારણ કે જે ઇન્ટ્રેસ્ટ તમે ચૂકવો છો તેના કરતા 2 કે 3 ગણો ઇન્ટ્રેસ્ટ ચુકવવો પડશે. એટલે કે જેટલા પૈસા ઉપાડ્યા હશે તેના પર તમને 24થી 48% ઇન્ટ્રેસ્ટ ચુકવવો પડશે.
પેટ્રોલ ભરાવવું: પેટ્રોલ જો કે GSTમાંથી બહાર છે. પરંતુ ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ખરીદવા પર કેટલીક કંપનીઓ ટેક્સ લગાવે છે. એવામાં તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો મને ટેક્સ લાગી શકે છે. જો તમે પેટ્રોલ ખરીદો છો તો તે તમારા ક્રેડિટ કાર્ડ બિલ સાથે જોડાશે. અને તમારી આઉટસ્ટેડિંગ અમાઉન્ટ પર 18 ટકા ટેક્સ લાગશે.