

જો તમારું બૅન્ક ખાતું (Bank Account) આઈડીબીઆઈ બૅન્ક (IDBI Bank) માં છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમે 1 જાન્યુઆરી, 2020 સુધી આ કામ નહીં કરો, તો તમારું બૅન્ક ઍકાઉન્ટ આંશિક રીતે સ્થિર (Partial Freeze) થઈ જશે. આવી સ્થિતિમાં, તમે તમારા ખાતામાંથી પૈસા નહી ઉપાડી શકશો અને નાણાં જમા નહીં કરી શકો.


હકીકતમાં સરકારીથી ખાનગી બની ગયેલી આઈડીબીઆઈ બૅન્કે ગ્રાહકોને તેમના કેવાયસી (KYC) દસ્તાવેજો જમા કરવા જણાવ્યું છે. બૅન્ક ગ્રાહકોને એસએમએસ દ્વારા આ વિશે માહિતી આપી રહી છે. ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) એ તમામ બૅન્ક ખાતાઓ માટે કેવાયસી ફરજિયાત બનાવ્યું છે.


આઈડીબીઆઈ બૅન્ક તેના ગ્રાહકોને કેવાયસી દસ્તાવેજો સબમિટ કરવા માટે એસએમએસ મોકલી રહી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આરબીઆઈની ગાઇડલાઇન્સ અનુસાર, ખાતામાં કેવાયસી દસ્તાવેજો અપડેટ કરવા પડશે. નવીનતમ કેવાયસી દસ્તાવેજો સાથે તમારી નજીકની આઈડીબીઆઈ બૅન્ક શાખા અથવા હોમ શાખાની મુલાકાત લો.


બૅન્કે કહ્યું છે કે ગ્રાહકોએ કેવાયસીને વહેલી તકે અપડેટ કરાવવી જોઈએ. જો નહીં કરો તો 1 જાન્યુઆરી, 2020 પછી બૅન્ક ખાતું સ્થિર કરશે. ત્યારબાદ તમે તમારા ખાતામાંથી નાણાં ઉપાડી શકશો નહીં અથવા તેમાં પૈસા જમા કરી શકશો નહીં. બૅન્કનું કહેવું છે કે કોઈ પણ સ્પષ્ટતા માટે આઈડીબી બૅન્કક શાખાનો સંપર્ક કરો. જો તમે કેવાયસી દસ્તાવેજ સબમિટ કર્યો છે, તો તેને અવગણો.


કેવાયસી એટલે કે સરળ ભાષામાં સમજો છો, તો તે ગ્રાહક વિશેની સંપૂર્ણ માહિતીની પ્રક્રિયા છે. દરેક માટે કેવાયસી મેળવવી મહત્વપૂર્ણ છે. એક રીતે તે બૅન્ક અને ગ્રાહક વચ્ચેના કેવાયસી સંબંધોને મજબૂત બનાવે છે. કેવાયસી વગર રોકાણ શક્ય નથી, તેના વગર બૅન્ક ખાતું ખોલવું સરળ નથી. કેવાયસી દ્વારા ખાતરી કરવામાં આવે છે કે કોઈ પણ બૅન્કની સેવાઓનો દુરૂપયોગ કરી રહ્યું નથી. કેવાયસી ફોર્મ પણ ઑનલાઇન ભરવામાં આવે છે પરંતુ દસ્તાવેજો અને ફોટો ચકાસણી માટે એકવાર બૅન્કની મુલાકાત લેવી જરૂરી છે.